42 C
Ahmedabad
Sunday, April 26, 2026

અલથાણમાં છેડતીનો પ્રયાસ, જનતાનો કહેર! પોલીસ વાનમાંથી ખેંચીને મોહંમદ અઝીઝને લોકોએ માર્યો ઢોરમાર. POCSO હેઠળ ગુનો દાખલ.


સુરતના અલથાણ વિસ્તારમાં ગુરુવારે સાંજે મહિલા સુરક્ષા સામે સવાલો ઉભા કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. ધોરણ-10 માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિની સાથે છેડતીનો પ્રયાસ કરનાર બારડોલીના આધેડને ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની હાજરીમાં જ ઢોરમાર માર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ટોળાનો રોષ અને પોલીસની લાચારી: પ્રાપ્ત વિગતો અનુસાર, 39 વર્ષીય મોહંમદ અઝીઝ ઇલિયાઝ (રહે. બારડોલી) અલથાણમાંથી પસાર થતી સગીરાનો હાથ પકડી છેડતી કરી રહ્યો હતો. પીડિતાએ બૂમાબૂમ કરતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને નરાધમને રંગેહાથ પકડી પાડ્યો હતો. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ સેંકડો લોકો પોલીસ સ્ટેશન બહાર એકઠા થઈ ગયા હતા.

સ્થિતિ ત્યારે વધુ હિંસક બની જ્યારે પોલીસની પીસીઆર (112) વાન આરોપીને લઈને પહોંચી. કાયદો હાથમાં લઈને ઉશ્કેરાયેલી ભીડે પોલીસ વાનમાંથી આરોપીને બહાર ખેંચી કાઢ્યો અને ખાખીની હાજરીમાં જ તેને મેથીપાક ચખાડવાનું શરૂ કર્યું. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં કેટલાક યુવકો ઘાયલ થયા હતા. આ સમયે સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ પણ સ્થળે પહોંચી ગયા હતા અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

હિંમતવાન માતાની FIR અને POCSO હેઠળ કાર્યવાહી: આ ઘૃણાસ્પદ કૃત્ય બદલ પીડિતાની માતાએ હિંમત દાખવીને મોહંમદ અઝીઝ વિરુદ્ધ POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ FIR નોંધાવી છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે પીડિતાની વહારે આવેલા સમાજ અને યુવાનોનો આભાર માન્યો હતો અને ન્યાયની આશા વ્યક્ત કરી હતી.

પોલીસનો લોખંડી બંદોબસ્ત: ઘટનાની ગંભીરતા જોઈને સુરત પોલીસ કમિશનરના આદેશથી અલથાણ વિસ્તારમાં એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ પોલીસ તણાવપૂર્ણ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -