IPL 2026: અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો દબદબો, કોલકાતાને 5 વિકેટે હરાવી મેળવી ત્રીજી જીત

આઈપીએલ 2026ની 25મી મેચમાં ગુજરાત ટાઇટન્સે (GT) પોતાના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શાનદાર પ્રદર્શન કરતા કોલકાતા નાઇટ રાઇડર્સને (KKR) 5 વિકેટે પરાજય આપ્યો છે. શુભમન ગિલની કેપ્ટન ઇનિંગ અને કગિસો રબાડાની ધારદાર બોલિંગના જોરે ગુજરાતે સિઝનની ત્રીજી જીત નોંધાવી છે.
કેકેઆરની બેટિંગ: કેમરૂન ગ્રીનની લડાયક ઇનિંગ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. સલામી બેટ્સમેન અજિંક્ય રહાણે શૂન્ય રને આઉટ થયો હતો, જ્યારે ટીમ સેફર્ટ પણ માત્ર 19 રન બનાવી શક્યો હતો. જોકે, મધ્યક્રમમાં કેમરૂન ગ્રીને એકછેડો સાચવી રાખ્યો હતો અને 55 બોલમાં 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી.જેમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા.રોવમેન પોવેલના 27 રનની મદદથી કેકેઆરે 20 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 180 રનનો સ્કોર બનાવ્યો હતો.
રબાડા અને સિરાજની ઘાતક બોલિંગ
ગુજરાત તરફથી બોલિંગમાં કગિસો રબાડા હીરો સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 29 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી.મોહમ્મદ સિરાજે પણ ચોકસાઈપૂર્વક બોલિંગ કરતા 2 વિકેટ લીધી હતી, જ્યારે અશોક શર્માને પણ 2 સફળતા મળી હતી.
ગુજરાતનો વળતો પ્રહાર: શુભમન ગિલનો જાદુ
181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત મધ્યમ રહી હતી. સાઈ સુદર્શન 22 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ કેપ્ટન શુભમન ગિલે મેચની કમાન સંભાળી હતી.ગિલે માત્ર 50 બોલમાં 86 રનની આક્રમક ઇનિંગ રમીને જીતનો પાયો નાખ્યો હતો..અંતમાં જોસ બટલરના 25 રન અને વોશિંગ્ટન સુંદરના ઉપયોગી યોગદાનથી ગુજરાતે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
- Advertisement -
- Advertisement -