28 C
Ahmedabad
Saturday, April 18, 2026

IPL 2026: રાજસ્થાન રોયલ્સના મેનેજર સામે BCCIની લાલ આંખ, ‘ફોન કાંડ’માં ફટકાર્યો રૂ. 1 લાખનો દંડ


આઈપીએલ 2026 દરમિયાન ડગઆઉટમાં મોબાઈલ ફોનના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મોટી કાર્યવાહી કરી છે. રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભિન્ડરને નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવ્યો છે, જોકે ભ્રષ્ટાચારના આરોપોમાં તેમને મોટી રાહત મળી છે.

દંડ સાથે કડક ચેતવણી

ક્રિકબઝના અહેવાલ અનુસાર, BCCIની એન્ટી કરપ્શન યુનિટ (ACU) એ રોમી ભિન્ડરને પત્ર લખીને જાણ કરી છે કે તેમને ભ્રષ્ટાચારના તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવે છે. પરંતુ, મેચ દરમિયાન ડગઆઉટમાં પ્રતિબંધિત હોવા છતાં મોબાઈલનો ઉપયોગ કરવા બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા માટે કડક સૂચના પણ આપવામાં આવી છે.

વૈભવ સૂર્યવંશીને ક્લીનચીટ

ઘટના સમયે રોમી ભિન્ડરની બાજુમાં બેઠેલા 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પણ ફોનની સ્ક્રીનમાં જોતા કેમેરામાં કેદ થયા હતા. જોકે, તપાસ બાદ BCCIએ સ્પષ્ટ કર્યું છે કે વૈભવ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં.

શું હતો સમગ્ર વિવાદ?

આ ઘટના 10 એપ્રિલના રોજ ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેની મેચ દરમિયાન બની હતી.

  • નિયમ શું છે?: આઈપીએલના નિયમો મુજબ ટીમ મેનેજર ફોન રાખી શકે છે, પરંતુ મેચ દરમિયાન ડગઆઉટમાં તેનો ઉપયોગ કરવા પર સખત મનાઈ છે.

  • બચાવમાં શું દલીલ થઈ?: તપાસમાં સામે આવ્યું કે રોમી ભિન્ડર આઈપીએલ પહેલા ફેફસાની ગંભીર બીમારીને કારણે ICUમાં દાખલ હતા. તેમની તબિયત નાજુક હોવાથી ડોક્ટરના સંપર્કમાં રહેવા માટે તેમણે BCCI પાસેથી વિશેષ મંજૂરી લીધી હોવાનો દાવો કર્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -