28 C
Ahmedabad
Saturday, April 18, 2026

ખડગે નમ્યા: ગુજરાતીઓના અપમાન મુદ્દે માફી માંગી, ભાજપે કહ્યું- ‘રાજકીય મજબૂરી!’


કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો હવે માફી સુધી પહોંચ્યો છે. ચોતરફથી થઈ રહેલા વિરોધ અને જનતાના રોષને જોતા ખડગેએ આખરે ટ્વિટર (X) પર લેખિતમાં ખેદ વ્યક્ત કર્યો છે. જોકે. ભાજપે આ માફીને ‘રાજકીય મજબૂરી’ ગણાવીને હજુ પણ પ્રહારો ચાલુ રાખ્યા છે.

ખડગેની સ્પષ્ટતા: “મારો ઉદ્દેશ્ય અપમાનનો નહોતો”

મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે. “કેરળમાં આપેલા મારા ચૂંટણી ભાષણને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં. હું એક જવાબદાર નાગરિક તરીકે ખેદ વ્યક્ત કરું છું. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં હંમેશા આદર રહ્યો છે અને કોઈની લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો નહોતો.”

ભાજપનો પંચ: ‘દેર આયે દુરસ્ત આયે, પણ આટલો વિલંબ કેમ?’

આ મામલે ભાજપના પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલે આક્રમક વલણ દાખવ્યું છે. તેમણે કહ્યું કે. ખડગેજીની માફીને અમે આવકારીએ છીએ. પરંતુ. આ માફી માંગવામાં આટલા દિવસ કેમ લાગ્યા? તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું કે. “દેર આયે દુરસ્ત આયે.” ભાજપનો આરોપ છે કે કોંગ્રેસની માનસિકતા જ ગુજરાતીઓનું અપમાન કરવાની છે. અને જ્યારે ચૂંટણીમાં નુકસાન દેખાય છે ત્યારે જ તેમને માફી યાદ આવે છે.

‘યુવરાજ’ અને ‘સાપ’ વાળા નિવેદન પર ઘેરાયા ખડગે

ડો. અનિલભાઈ પટેલે ગંભીર આક્ષેપ કર્યો છે કે. ખડગેજી કોંગ્રેસના ‘યુવરાજ’ રાહુલ ગાંધીના ઈશારે જ આવી નિવેદનબાજી કરે છે. તેમણે વધુમાં સવાલ ઉઠાવ્યો કે. ખડગેજીએ અગાઉ આપેલા ‘સાપ’ વાળા વિવાદાસ્પદ નિવેદન પર હજુ સુધી માફી કેમ નથી માંગી? શું કોંગ્રેસ માફી માંગવા માટે પણ વિવાદ વકરે ત્યાં સુધી રાહ જોવાની રણનીતિ અપનાવે છે?

ગુજરાતી અસ્મિતાનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગાજ્યો

ગુજરાતીઓની ખુદદારી અને સન્માનના આ મુદ્દાએ રાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જ્યારે પણ કોઈ રાજકીય પક્ષ પ્રદેશવાદ કે સમુદાયને નિશાન બનાવે છે. ત્યારે જનતામાં તેનો ભારે પ્રતિઘાત પડે છે. ખડગેની માફી બાદ અત્યારે વિવાદ થાળે પડ્યો હોય તેમ લાગે છે. પરંતુ. આગામી ચૂંટણીના જંગમાં ભાજપ આ મુદ્દાને પ્રબળ રીતે ઉઠાવે તેવી પૂરેપૂરી સંભાવના છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -