28 C
Ahmedabad
Saturday, April 18, 2026

RBI પોલિસી: મોંઘવારી સામે ‘ન્યુટ્રલ’ વલણ, વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં; જાણો તમારા EMI અને FD પર શું થશે અસર?


નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના નિર્ણયોની જાહેરાત થઈ ગઈ છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે, રેપો રેટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય માણસ માટે આ સમાચાર મિશ્ર પ્રતિસાદ લાવ્યા છે. કારણ કે, લોનના હપ્તા (EMI) ઘટવાની આશા રાખતા લોકોએ હજુ થોડી વધુ રાહ જોવી પડશે.

પોલિસીની હાઈલાઈટ્સ: આંકડાની નજરે

  • રેપો રેટ: ૫.૨૫% પર સ્થિર (સતત ત્રીજી વખત ફેરફાર વગર).

  • મોંઘવારીનો લક્ષ્યાંક: FY27 માટે ૪.૬% રિટેલ મોંઘવારીનું અનુમાન.

  • GDP ગ્રોથ: ભારતીય અર્થતંત્રની મજબૂતી અંગે હકારાત્મક આશાવાદ.

  • ન્યુટ્રલ સ્ટેન્સ: જરૂર પડ્યે દરોમાં વધઘટ કરવા માટે આરબીઆઈએ રસ્તો ખુલ્લો રાખ્યો.

કેમ લેવાયો ‘વેઈટ એન્ડ વોચ’નો નિર્ણય?

ગવર્નર સંજય મલ્હોત્રાના મતે. મોંઘવારીને કાયમી ધોરણે ૪% ના સ્તરે લાવવી એ પ્રાથમિકતા છે. હાલમાં મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના અસ્થિર ભાવ ચિંતાનો વિષય છે. આ અનિશ્ચિતતાઓને કારણે આરબીઆઈએ વ્યાજ દરો ઘટાડવાની ઉતાવળ કરવાને બદલે સાવચેતીભર્યું પગલું ભર્યું છે.

મોંઘવારી અને સામાન્ય માણસના ખિસ્સા પર અસર

આરબીઆઈ ખાદ્ય પદાર્થોની વધતી કિંમતો પર ચાંપતી નજર રાખી રહી છે. ગવર્નરે સંકેત આપ્યા કે. જ્યાં સુધી મોંઘવારી દર સરકારના નિર્ધારિત ટાર્ગેટમાં સ્થિર ન થાય ત્યાં સુધી નાણાકીય નીતિમાં કોઈ મોટી ઢીલ આપવામાં આવશે નહીં.

  • લોન લેનારા માટે: જો તમે હોમ લોન કે કાર લોન લેવાનું વિચારી રહ્યા હોવ. તો ગયા મહિના જેવા જ વ્યાજ દરો લાગુ પડશે. તમારા હાલના EMIમાં કોઈ જ ફેરફાર થશે નહીં.

  • FD રોકાણકારો માટે: બચતકર્તાઓ માટે સારા સમાચાર છે. કારણ કે, ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર અત્યારે જે ઊંચા વ્યાજ દરો મળી રહ્યા છે. તે હાલ પૂરતા યથાવત રહેશે.વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટે આરબીઆઈએ આ સંતુલિત નિર્ણય લીધો છે. હવે જૂન મહિનામાં મળનારી આગામી બેઠક પર સૌની નજર રહેશે કે શું ત્યારે વ્યાજ દરોમાં ઘટાડાની કોઈ શક્યતા બને છે કે કેમ?


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -