28 C
Ahmedabad
Saturday, April 18, 2026

ટ્રમ્પનો ઈરાનને સીધો પડકાર: “હોર્મુઝનો માર્ગ ખોલી નાખો, નહીંતર ઈરાનને નરક બનાવી દઈશું”


અદ્યતન ટેકનોલોજી અને સચોટ રિપોર્ટ એટલે ક્રિશ્ના લેબોરેટરી.

અમેરિકા અને ઈરાન વચ્ચેનો વર્ષો જૂનો વિવાદ હવે ભયાનક વળાંક પર આવી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી આક્રમક વલણ અપનાવતા તેને ‘નરકમાં મોકલી દેવાની’ સીધી ધમકી આપી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર અત્યંત કડક ભાષામાં ઈરાની નેતૃત્વને લલકાર્યું છે.જેના કારણે ખાડી દેશો સહિત સમગ્ર વિશ્વમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મંગળવારે ઈરાનમાં થશે મહા-વિનાશ‘?

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં માત્ર ધમકી જ નથી આપી, પરંતુ હુમલાનો સંભવિત સમય પણ જાહેર કરી દીધો છે. તેમણે લખ્યું છે કે, “આવતા મંગળવારે ઈરાનમાં ‘પાવર પ્લાન્ટ ડે’ અને ‘બ્રિજ ડે’ એકસાથે મનાવવામાં આવશે.આ હુમલો એટલો ભયાનક હશે કે જે દુનિયાએ પહેલા ક્યારેય જોયો નહીં હોય! તમે પાગલ લોકો હોર્મુઝની સામુદ્રધુની તાત્કાલિક ખોલી દો, નહીંતર નરકમાં રહેવા તૈયાર થઈ જાઓ. હવે બસ જોતા રહો અને તમારા અલ્લાહ પાસે દુઆ માંગો.”

ટ્રમ્પના આક્રોશ પાછળનું કારણ: અમેરિકી વિમાનો પર હુમલો

ટ્રમ્પના આ રૌદ્ર સ્વરૂપ પાછળ રવિવારે બનેલી એક મોટી સૈન્ય ઘટના જવાબદાર હોવાનું મનાય છે. અહેવાલો અનુસાર, ઈરાને ઈસ્ફહાન પાસે અમેરિકાના રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન આકરી કાર્યવાહી કરી હતી. જેમાં:

  • 2 સી-130 એરક્રાફ્ટ

  • 2 બ્લેક સી-હોક હેલિકોપ્ટર આ સૈન્ય વિમાનોને તોડી પાડવામાં આવ્યા હોવાની ચર્ચા છે. પોતાના સૈન્ય સાધનોના નુકસાન અને જવાનોની સુરક્ષાને જોખમાતી જોઈ ટ્રમ્પ લાલચોળ થઈ ગયા છે અને વળતા પ્રહાર માટે તત્પર બન્યા છે.

હોર્મુઝની સામુદ્રધુનીનું મહત્વ અને આર્થિક જોખમ

હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) એ વિશ્વના તેલ વેપારની જીવાદોરી સમાન છે. દુનિયાભરના તેલનો મોટો હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે.જો ઈરાન આ માર્ગ બંધ કરે અથવા અહીં યુદ્ધ છેડાય, તો:

  • વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકે છે.

  • વૈશ્વિક શેરબજારો અને અર્થતંત્ર પર તેની વિનાશક અસર પડી શકે છે.

  • ભારત સહિતના એશિયન દેશો માટે ઉર્જા સંકટ ઊભું થઈ શકે છે.

નિષ્ણાતો માની રહ્યા છે કે, જો ટ્રમ્પ પોતાની ધમકી મુજબ કાર્યવાહી કરશે, તો આ માત્ર બે દેશો વચ્ચેની લડાઈ નહીં રહે, પરંતુ તે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત પણ બની શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -