નાસિકમાં કાળજું કંપાવી દે તેવી ઘટના: કૂવામાં કાર ખાબકતા એક જ પરિવારના 9 સભ્યોના કરુણ મોત


મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે.જિલ્લાના દિંડોરી તાલુકામાં એક બેકાબૂ કાર કૂવામાં ખાબકતા એક જ પરિવારના 9 સભ્યોના કરુણ મોત નિપજ્યા હતા…આ ભીષણ દુર્ઘટના મોડી રાત્રે અંદાજે 10 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું હતુ.
સામાજિક પ્રસંગથી પરત ફરતા સમયે કાળનો પંજો
પ્રાપ્ત વિગતો અનુસાર, દિંડોરી તાલુકાના ઈંદોર ગામનો દરગુડે પરિવાર એક સામાજિક પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન શિવાજી નગર વિસ્તારમાં ચાલકે અચાનક કાર પરનો કાબૂ ગુમાવતા મારુતિ XL6 કાર સીધી કૂવામાં જઈ પડી હતી. એક જ પરિવારના આટલા બધા સભ્યોના સામૂહિક મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.. અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
6 નિર્દોષ બાળકો સહિત 9 લોકોના મોત
આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 6 નિર્દોષ બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ નીચે મુજબ થઈ છે:
-
સુનીલ દત્તુ દરગુડે (32)
-
રેશ્મા સુનીલ દરગુડે (27)
-
આશા અનિલ દરગુડે (32)
-
ખુશી ઉર્ફે સૃષ્ટિ અનિલ દરગુડે (14)
-
માધુરી અનિલ દરગુડે (13)
-
શ્રેયસ અનિલ દરગુડે (11)
-
શ્રાવણી અનિલ દરગુડે (11)
-
સમૃદ્ધિ રાજેન્દ્ર દરગુડે (7)
-
રાખી ઉર્ફે ગુણવંતી સુનીલ દરગુડે
પોલીસ અને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન
ઘટનાની જાણ થતા જ દિંડોરી પોલીસનો કાફલો અને સ્થાનિક નાગરિકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ નિરીક્ષકના જણાવ્યા મુજબ, કાર કૂવાના ઊંડા પાણીમાં ડૂબી ગઈ હોવાથી તાત્કાલિક બે હાઇડ્રા ક્રેન અને કુશળ તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. રાત્રે અંદાજે 12:15 વાગ્યે ક્રેન દ્વારા કારને બહાર કાઢવામાં આવી હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે દિંડોરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આ મામલે કાયદેસરની તપાસ શરૂ કરી છે.
- Advertisement -
- Advertisement -