26 C
Ahmedabad
Thursday, April 2, 2026

મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે એક્શન મોડમાં PM મોદી: LPG-ખાતરની અછત સર્જનારા ખેરખાઓની હવે ખેર નથી!


પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ભભૂકેલી યુદ્ધની જ્વાળાઓની અસર ભારત પર ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમર કસી છે. બુધવારે PM આવાસ પર હાઈ-લેવલ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) ની 3 કલાક લાંબી મેરેથોન બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે, યુદ્ધના બહાને મોંઘવારી વધારનારા કે સંગ્રહખોરી કરનારા તત્વો સામે રાજ્યો કડક હાથે કામ લે.

LPG સિલિન્ડર માટે સંગ્રહખોરો પર ત્રાટકશે તંત્ર

વૈશ્વિક બજારમાં તેલ-ગેસના ભાવમાં ઉથલપાથલ હોવા છતાં, કેન્દ્ર સરકારે સ્થાનિક સ્તરે રસોઈ ગેસના ભાવ સ્થિર રાખવા મક્કમ નિર્ધાર કર્યો છે.

  • કડક આદેશ: ગેસ સિલિન્ડર કે પેટ્રોલિયમ પેદાશોની કાળાબજારી કરનારાઓ સામે રાજ્યોને તત્કાળ પગલાં લેવા જણાવાયું છે.

  • પુરવઠો: જનતાને મુશ્કેલી ન પડે તે માટે અન્ય દેશોમાંથી આયાત વધારીને સ્ટોક મજબૂત કરવામાં આવી રહ્યો છે.


ખેડૂતો માટે ‘ઢાલ’ બનશે સરકાર: ખાતર-વીજળીનો ફૂલપ્રૂફ પ્લાન

યુદ્ધની અસર ખેતી પર ન પડે તે માટે PM મોદીએ કૃષિ વિભાગને એલર્ટ કર્યો છે.

  1. ખાતરનો સ્ટોક: આગામી સીઝન માટે યુરિયા અને DAP નો પુરવઠો ખૂટશે નહીં. વિદેશી સપ્લાય માટે અત્યારથી જ સંકલન તેજ કરી દેવાયું છે.

  2. વીજળીનો બેકઅપ: ઉનાળાની આકરી ગરમીમાં વીજળીની માંગને પહોંચી વળવા ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સને ફરી સક્રિય કરાશે અને કોલસાનો અવિરત સપ્લાય ચાલુ રખાશે.


હોર્મુઝ સંકટ અને અફવાખોરો પર ‘બાજ નજર’

યુદ્ધના કારણે દરિયાઈ માર્ગો (Strait of Hormuz) પર સર્જાયેલા જોખમોને જોતા, શિપિંગ અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં કોઈપણ અવરોધને રોકવા માટે ‘પ્લાન-B’ તૈયાર છે.

PM મોદીનો જનતાને સંદેશ: “યુદ્ધના નામે ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહો.” ખાદ્યવસ્તુઓના ભાવ પર નજર રાખવા માટે ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે. શાકભાજી અને ફળોના ભાવમાં થતી વધઘટ પર સરકાર ‘રિયલ ટાઇમ’ વોચ રાખી રહી છે જેથી મોંઘવારી સામાન્ય માણસનું બજેટ ન બગાડે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -