24 C
Ahmedabad
Thursday, April 2, 2026

પૂનમ પાંડેની પ્રેગ્નન્સી પોસ્ટથી સોશિયલ મીડિયા પર ખળભળાટ: ‘એપ્રિલ ફૂલ’ ના નામે નેટીઝન્સ સાથે કર્યો મોટો મજાક


ઇન્ટરનેટ પર સનસનાટી મચાવવામાં માહેર ગણાયેલી અભિનેત્રી પૂનમ પાંડેએ ફરી એકવાર વિવાદોનું મધપૂડો છંછેડ્યો છે. આ વખતે તેણે ‘એપ્રિલ ફૂલ’ ના દિવસને હથિયાર બનાવી પોતાના ચાહકો અને નેટીઝન્સને ગેરમાર્ગે દોરતો એક મોટો ડ્રામા રચ્યો હતો. 31 માર્ચની સાંજે પૂનમ પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર ‘બેબી બમ્પ’ સાથેના ફોટા શેર કર્યા ત્યારે અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. આત્મવિશ્વાસ સાથે પોઝ આપતી પૂનમના આ ફોટા જોઈને લોકોમાં ભારે કુતૂહલ જાગ્યું હતું કે શું તે ખરેખર મા બનવાની છે?

પૂનમ પાંડેની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું હતું.એક તરફ તેના સમર્થકો અભિનંદનનો વરસાદ કરી રહ્યા હતા.તો બીજી તરફ યુઝર્સ તેની અંગત લાઈફને લઈને આકરા સવાલો પૂછી રહ્યા હતા.ઇન્ટરનેટ પર ‘આ બાળકનો પિતા કોણ છે?’ તેવા સવાલોનો મારો ચાલ્યો હતો.જોકે, પૂનમ પાંડેના વિવાદિત ભૂતકાળને જાણતા લોકો પહેલેથી જ શંકા વ્યક્ત કરી રહ્યા હતા કે, આ કોઈ પબ્લિસિટી સ્ટંટ અથવા ‘એપ્રિલ ફૂલ’ નો પ્રોન્ક હોઈ શકે છે.આખરે 1 એપ્રિલના રોજ તેમની શંકા સાચી સાબિત થઈ હતી.

પૂનમે 1 એપ્રિલના રોજ એક વીડિયો જાહેર કરીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા સ્પષ્ટ કર્યું કે તે ગર્ભવતી નથી.આ એક મજાક હતો તેમ જણાવતા તેણે તર્ક આપ્યો કે, “આજની દુનિયા તણાવ અને સંઘર્ષથી ભરેલી છે.તેથી હું લોકોને થોડું મનોરંજન પૂરું પાડવા માંગતી હતી.” આટલું જ નહીં.તેણે ઉદ્ધતાઈભર્યા સૂરે એમ પણ ઉમેર્યું કે,લોકોને આશ્ચર્યચકિત કરવા તે તેનો હક છે અને તેને કોઈએ ગંભીરતાથી લેવાની જરૂર નથી.

પૂનમ પાંડે અને વિવાદોનો નાતો ખૂબ જૂનો છે..ફેબ્રુઆરી 2024માં તેણે પોતાના મોતના ખોટા સમાચાર ફેલાવીને સમગ્ર દેશને આંચકો આપ્યો હતો.જેને બાદમાં તેણે સર્વાઇકલ કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાનો સ્ટંટ ગણાવ્યો હતો.આ સિવાય 2011ના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની જીત પર નગ્ન થવાની જાહેરાત હોય કે પોતાની બોલ્ડ એપ લોન્ચ કરવાની વાત,પૂનમ હંમેશા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મર્યાદાઓ ઓળંગતી રહી છે.

જોકે, વારંવારના આવા ગંભીર મજાકથી હવે નેટીઝન્સમાં તેના પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે, હેડલાઇન્સમાં રહેવા માટે ગંભીર વિષયો અથવા અંગત સંવેદનાઓનો વેપાર કરવો અયોગ્ય છે.ભલે પૂનમ પાંડે ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બનવામાં સફળ રહી હોય, પરંતુ લોકો હવે તેના આવા નકારાત્મક પબ્લિસિટી સ્ટંટથી કંટાળી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -