પશ્ચિમ એશિયામાં ભારે તણાવ: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે કુવૈતમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.કુવૈત પર થયેલા ઈરાની હુમલામાં એક ભારતીય નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે.કુવૈતના વીજળી, પાણી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે સોમવારે પુષ્ટિ કરી હતી કે, રવિવારે સાંજે એક મોટા પાવર અને વોટર ડીસેલિનેશન પ્લાન્ટને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો હતો.
પ્લાન્ટની સર્વિસ બિલ્ડિંગને ભારે નુકસાન
આ હુમલો ખાસ કરીને દરિયાના પાણીને પીવાલાયક બનાવતા (Desalination) પ્લાન્ટની સર્વિસ બિલ્ડિંગ પર કરવામાં આવ્યો હતો. આ ભયાનક ઘટનામાં ત્યાં ફરજ બજાવતા એક ભારતીય કર્મચારીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે પ્લાન્ટની ઈમારતને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે.
યુદ્ધના ધોરણે રાહત કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા
મંત્રાલયના પ્રવક્તાએ આ ઘટનાને કુવૈત વિરુદ્ધ ઈરાનની સીધી આક્રમકતા ગણાવી છે.હુમલા બાદ તુરંત જ:
-
ટેકનિકલ અને ઈમરજન્સી ટીમો: પ્લાન્ટને ફરી કાર્યરત કરવા અને નુકસાનનું આકલન કરવા માટે ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે.
-
સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન: અસરગ્રસ્ત વિસ્તારને સુરક્ષિત કરવા માટે વિવિધ વિભાગો સાથે મળીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
-
સેવાઓની ખાતરી: સરકારે નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે વીજળી અને પાણીના પુરવઠામાં કોઈ વિક્ષેપ નહીં પડે.લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સૈનિકનું મોત
માત્ર કુવૈત જ નહીં, પરંતુ લેબનોનમાં પણ સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.દક્ષિણ લેબનોનના અડચિત અલ-કુસૈર વિસ્તારમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન (UNIFIL)ના કેમ્પ પર એક પ્રોજેક્ટાઈલ (વિસ્ફોટક ગોળો) પડ્યો હતો.
-
જાનહાનિ: આ હુમલામાં એક શાંતિ સૈનિકનું મોત થયું છે.અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો છે.
-
તપાસ: UNIFIL દ્વારા આ હુમલો ક્યાંથી કરવામાં આવ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
-
ચેતવણી: સંગઠને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે,શાંતિ સૈનિકો પરના હુમલા એ ‘યુદ્ધ અપરાધ’ (War Crime) સમાન છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા અને શાંતિ જાળવવા માટે તમામ પક્ષોને તાકીદ કરવામાં આવી છે.
- Advertisement -
- Advertisement -