27 C
Ahmedabad
Monday, March 30, 2026

વાનખેડેમાં MIનો વિજય શંખનાદ: 14 વર્ષનો ઈતિહાસ બદલાયો, રોહિત-રિકેલ્ટનની આક્રમક બેટિંગથી KKR પરાસ્ત


આઈપીએલ 2026ની બીજી જ મેચમાં ક્રિકેટ પ્રેમીઓને હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે. છેલ્લા 14 વર્ષથી પ્રથમ મેચમાં હારવાનો જે ‘અપશુકનિયાળ’ સિલસિલો હતો, તેને હાર્દિક એન્ડ કંપનીએ શાનદાર રીતે તોડી નાખ્યો છે.

રહાણે અને રઘુવંશીના તોફાનથી KKRનો વિશાળ સ્કોર

ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરનાર મુંબઈ ઈન્ડિયન્સ માટે શરૂઆત પડકારજનક રહી હતી. KKR તરફથી અજિંક્ય રહાણેએ (40 બોલમાં 67 રન) અને યુવા બેટર અંગકૃષ રઘુવંશીએ (29 બોલમાં 51 રન) આક્રમક અડધી સદી ફટકારી હતી. ફિન એલને પણ 17 બોલમાં 37 રનનું આક્રમક યોગદાન આપ્યું હતું. અંતમાં રિંકુ સિંહના અણનમ 33 રનને પ્રતાપે કોલકાતાએ 20 ઓવરમાં 220 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો. મુંબઈ તરફથી શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

રોહિત-રિકેલ્ટનની જોડીએ મેચનો નકશો બદલી નાખ્યો

221 રનના રેકોર્ડ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત વિસ્ફોટક રહી હતી. ‘હિટમેન’ રોહિત શર્માએ જૂના અંદાજમાં બેટિંગ કરતા માત્ર 38 બોલમાં 78 રન (સ્ટ્રાઈક રેટ 205.26) ઝૂડી કાઢ્યા હતા. તેને રયાન રિકેલ્ટનનો ભરપૂર સાથ મળ્યો, જેણે 43 બોલમાં 81 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બંને વચ્ચે થયેલી 148 રનની ભાગીદારીએ જીતનો પાયો નાખ્યો હતો.

મિડલ ઓર્ડરની મક્કમતા અને ઐતિહાસિક જીત

રોહિત અને રિકેલ્ટન આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ સંયમપૂર્વક બેટિંગ કરી હતી. અંતે મુંબઈએ 6 વિકેટ બાકી રાખીને આ કપરો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે મુંબઈએ માત્ર 14 વર્ષનો દુકાળ જ નથી ખતમ કર્યો, પરંતુ IPLના ઈતિહાસમાં પોતાનો સૌથી મોટો રન ચેઝ પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -