34 C
Ahmedabad
Thursday, March 26, 2026

વિલન બનીને દર્શકોના દિલ જીતનાર ઈ.એ.રાજેન્દ્રને લીધા અંતિમ શ્વાસ, મનોરંજન જગતમાં મોટી ખોટ


સાઉથના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક ઈ. એ.રાજેન્દ્રનનું 71 વર્ષની વયે નિધન થયું..તેમણે કોલ્લમના પટ્ટથાનમ સ્થિત પોતાના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ‘મનોરમા ઓનલાઈન’ના અહેવાલ મુજબ, તેઓ લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓની સારવાર હેઠળ હતા.

તતલ્લુર (ત્રિશૂર જિલ્લો) ના વતની એવા રાજેન્દ્રન પરિવારમાં પત્ની સંધ્યા રાજેન્દ્રનને વિલાપ કરતા છોડી ગયા છે. તેમના અંતિમ સંસ્કાર શુક્રવાર, 27 માર્ચના રોજ તેમના વતન ત્રિતલ્લુર ખાતે કરવામાં આવશે.

થિયેટરથી સિનેમા સુધીની યાદગાર સફર

રાજેન્દ્રને નાની ઉંમરમાં જ પોતાની અભિનય સફર શરૂ કરી દીધી હતી. ત્રિશૂર યુપી સ્કૂલમાં અભ્યાસ દરમિયાન તેઓ નાટકોમાં ભાગ લેતા હતા. કોલેજ પૂર્ણ કર્યા બાદ તેમણે દિલ્હીની પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) માં પ્રવેશ મેળવ્યો અને અભિનયમાં ફર્સ્ટ ક્લાસ સાથે સ્નાતક થયા. ત્યારબાદ તેમણે પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ટેલિવિઝનનો કોર્સ પણ કર્યો હતો.

શાનદાર ફિલ્મી કરિયર

ઈ. એ.રાજેન્દ્રને તેમના કરિયરમાં લગભગ 60 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં વિલન અને સહાયક ભૂમિકા ભજવીને પ્રેક્ષકોમાં ખાસ ઓળખ બનાવી હતી.ફિલ્મો ઉપરાંત તેઓ ટીવી સિરિયલોમાં પણ જોવા મળ્યા હતા.

  • શરૂઆત: વી.આર.ગોપીનાથની ફિલ્મ ‘ગ્રીષ્મમ’ થી ડેબ્યૂ કર્યું.

  • કમબેક: લાંબા વિરામ બાદ જયરાજની ક્લાસિક ફિલ્મ ‘કલિયટ્ટમ’ થી વાપસી કરી.

  • મુખ્ય ફિલ્મો: ‘પ્રણયવર્ણંગલ’, ‘દયા’ અને જયરામની ‘પટ્ટભિષેકમ’ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય.

સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા અભિનેતા

રાજેન્દ્રને માત્ર અભિનય જ નહીં, પરંતુ દિગ્દર્શક તરીકે પણ થિયેટરમાં નામ કમાવ્યું હતું. તેઓ ‘સ્ટેટ હોર્ટિકલ્ચર કોર્પોરેશન’ ના ચેરમેન પણ રહી ચૂક્યા હતા. નોંધનીય છે કે તેઓ જાણીતા અભિનેતા મુકેશના જીજા હતા.

વર્ષ 2025 ની શરૂઆતમાં એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે સ્વાસ્થ્ય અંગે કહ્યું હતું કે:

“મેં ડૉક્ટરની સલાહ મુજબ સુગર લેવલ કંટ્રોલ કરવા વજન ઘટાડ્યું છે. ઉંમર વધી રહી છે એટલે સાવચેત રહેવું જરૂરી છે. મારો પુત્ર હવે એક્ટિંગ કરી રહ્યો છે અને અમે પ્રોડક્શન કંપની પણ ચલાવી રહ્યા છીએ.”

અંતિમ વિદાય

અભિનેતાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કોલ્લમમાં રાખ્યા બાદ તેમના વતન ત્રિશૂર લઈ જવામાં આવશે.આવતીકાલે ત્રિતલ્લુર સ્થિત તેમના નિવાસ્થાને અંતિમ સંસ્કાર વિધિ સંપન્ન થશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -