21.9 C
Ahmedabad
Friday, March 20, 2026

આભ ફાટ્યું ને આશા તૂટી: ગુજરાતમાં વાવાઝોડા સાથે કમોસમી માવઠું, જગતના તાતના મોંએ આવેલો કોળિયો કુદરતે છીનવ્યો!”


ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ સમગ્ર રાજ્યને બાનમાં લીધું છે. ભરઉનાળે ફૂંકાયેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વ્યાપક તારાજી સર્જાઈ છે.અણધાર્યા માવઠાએ જગતના તાતની મહિનાઓની મહેનત પર પાણી ફેરવી દીધું છે.

બનાસકાંઠામાં વાવાઝોડાનું તાંડવ: ખેતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફટકો

બનાસકાંઠા જિલ્લામાં પવનની ગતિ એટલી તીવ્ર હતી કે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

  • યાર્ડમાં નુકસાન: ડીસા માર્કેટિંગ યાર્ડમાં APMCની સૂચના છતાં ખુલ્લામાં પડેલી બાજરી અને રાયડાની હજારો બોરીઓ પલળી જતાં વેપારીઓ અને ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે.

  • રોકડિયા પાક સાફ: વાવ, થરાદ અને લાખણી પંથકમાં વરિયાળી, ઇસબગુલ, દિવેલા અને તમાકુ જેવા તૈયાર પાક આડા પડી ગયા છે.

  • બાગાયતી ખેતી: કાંકરેજ વિસ્તારમાં તોફાની પવનને કારણે આંબા પરથી કાચી કેરીઓ ખરી પડતા ખેડૂતોની હાલત ‘પડ્યા પર પાટું’ જેવી થઈ છે. અનેક ગામોમાં મકાનોના પતરા ઉડ્યા છે અને લગ્નમંડપો ધરાશાયી થયા છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મેઘી મિજાજ

માત્ર સરહદી વિસ્તારો જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના ગોરલ અને મધ્ય ગુજરાતમાં પણ કુદરતે મિજાજ બદલ્યો છે:

  • મોરબી-હળવદ: હળવદ, ટંકારા અને માળિયામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા જીરું અને ધાણાના પાકને ભારે નુકસાનની ભીતિ છે.

  • સુરેન્દ્રનગર (લખતર): વહેલી સવારે ફૂંકાયેલા વંટોળને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા અને હાઈવે પર હોટલોના પતરા ઉડી ગયા હતા.

  • અમદાવાદ (વિરમગામ) અને મહેસાણા: ધૂળની ડમરીઓ સાથે વાતાવરણ પલટાયું હતું. મહેસાણામાં ચાલુ કાર પર ઝાડ પડવાની ઘટના બની હતી, જોકે સદનસીબે જાનહાનિ ટળી છે.

સોલર પ્લાન્ટ્સ અને પશુપાલન પર અસર

વાવ અને સુઈગામ જેવા સરહદી પંથકમાં પવન એટલો તેજ હતો કે મોટા સોલર પ્લાન્ટની પ્લેટો કાગળની જેમ હવામાં ફંગોળાઈને તૂટી ગઈ હતી. સાબરકાંઠામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલને કારણે ઘઉં, ચણા અને શાકભાજીના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -