35.4 C
Ahmedabad
Saturday, March 14, 2026

લોકગાયિકા કિંજલ રબારીનો વિસ્ફોટક વીડિયો: “કમાઉ દીકરી વહાલી પણ નિર્ણય લેતી દીકરી કેમ અળખામણી?”


ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન બાદ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોએ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાડી છે. સમાજની ‘બેવડી માનસિકતા’ પર આકરા પ્રહારો કરતા કિંજલે પોતાની જાનનું જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી પોલીસ રક્ષણની માંગ કરી છે.

“પરિવારની જવાબદારી ઉપાડી ત્યારે હું સારી હતી, હવે ખોટી કેમ?”

કિંજલ રબારીએ વીડિયોમાં હૃદયદ્રાવક સવાલ પૂછતા જણાવ્યું કે, “જ્યાં સુધી હું પરિવાર અને સમાજ માટે કમાણી કરતી હતી ત્યાં સુધી હું સૌની વહાલી હતી. પરંતુ જેવો મેં મારી જિંદગીનો અંગત નિર્ણય લીધો, તો હું રાતોરાત ખરાબ કેવી રીતે થઈ ગઈ?”

દીકરીઓ પર જ નિયમો કેમ? કિંજલનો રોષ

સમાજના રૂઢિચુસ્ત વલણ પર સવાલ ઉઠાવતા ગાયિકાએ કહ્યું કે:

  • નિયમોમાં ભેદભાવ: જો સમાજનો દીકરો અન્ય જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કરે તો તેને આવકારવામાં આવે છે, તો દીકરી માટે વિરોધ કેમ?

  • સોશિયલ મીડિયા પર પ્રતિબંધ: લગ્નના વિરોધમાં દીકરીઓને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક વાપરવા પર પ્રતિબંધ મૂકવાની વાતોને કિંજલે પાયાવિહોણી અને અન્યાયી ગણાવી છે.

“જીવનું જોખમ છે, કંઈ પણ થશે તો જવાબદારી પરિવારની”

કિંજલે સ્પષ્ટ કર્યું છે કે, તેણે પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે અને તે પોતાના લગ્નજીવનથી ખુશ છે. પરંતુ, સોશિયલ મીડિયા પર મળી રહેલી જાનથી મારી નાખવાની અને અપહરણની ધમકીઓને કારણે તે ફફડી રહી છે. તેણે ગંભીર આરોપ લગાવ્યો કે:

જો મને કે મારા પતિને ભવિષ્યમાં કોઈ પણ શારીરિક નુકસાન થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મારા પરિવારની રહેશે.”

 અફવાઓથી દૂર રહેવા અપીલ

વીડિયોના અંતમાં કિંજલે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર તેમના અંગત જીવન વિશે કોઈ ખોટી અફવાઓ ન ફેલાવવી. જાણવા મળ્યું છે કે કાયદાકીય રક્ષણ મેળવવા માટે તેણે પોલીસનો પણ સંપર્ક સાધ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -