25.7 C
Ahmedabad
Tuesday, March 10, 2026

વિશ્વ વિજેતા ભારત: અમદાવાદમાં કીવીઓનું ફીણ કાઢી ટીમ ઈન્ડિયા ત્રીજીવાર બન્યું ‘વર્લ્ડ ચેમ્પિયન’, મોટેરામાં વિજય ઉત્સવ!


8 માર્ચ 2026નો દિવસ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપની મહાફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ધૂળ ચટાડીને ત્રીજી વખત વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી છે. બેટ્સમેનોના તોફાન અને બોલરોની ધારદાર બોલિંગ સામે ન્યૂઝીલેન્ડની ટીમ લાચાર જોવા મળી હતી.

બેટ્સમેનોનું તાંડવ: રનનો પહાડ ઉભો કર્યો

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું:

  • સંજુ-અભિષેકની ‘વિસ્ફોટક’ જોડી: ઓપનિંગમાં આવેલા અભિષેક શર્માએ માત્ર 21 બોલમાં 52 રન (6 ચોગ્ગા, 3 છગ્ગા) ઝૂડી કાઢીને કીવી બોલરોની લાઈન-લેન્થ બગાડી નાખી હતી. સામે છેડે સંજુ સેમસને 46 બોલમાં 89 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે માત્ર 45 બોલમાં 98 રનની ભાગીદારી થઈ હતી.

  • ઈશાન કિશનની ફિફ્ટી: મધ્યમ ક્રમમાં ઈશાન કિશને માત્ર 25 બોલમાં 54 રન ફટકારી રનની ગતિ જાળવી રાખી હતી.

  • ડેથ ઓવર્સમાં ધમાકો: અંતિમ ઓવરોમાં શિવમ દુબેએ માત્ર 8 બોલમાં 3 છગ્ગા સાથે 26 રન ફટકારીને ભારતનો સ્કોર 20 ઓવરમાં 5 વિકેટે 255 રન સુધી પહોંચાડ્યો હતો.

કીવી ટીમની કમર તૂટી: રનના ડુંગર નીચે દબાયું ન્યૂઝીલેન્ડ

256 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી..અને 159 રનમાં 19મી ઓવરમાં ઓલ આઇટ થઇ ગઇ હતી..ભારતે 96 રને વિજય મેળવ્યો હતો..

  • શરૂઆતી ધબડકો: ફિન એલન (31) અને સ્ટાર ખેલાડી રચિન રવિન્દ્ર (1) સસ્તામાં આઉટ થતા ન્યૂઝીલેન્ડની જીતની આશા ધૂંધળી થઈ ગઈ હતી.

  • ટિમ સેફર્ટની એકલપંડે લડત: સલામી બેટ્સમેન ટિમ સેફર્ટે 26 બોલમાં 52 રન (5 છગ્ગા) સાથે પ્રતિકાર કર્યો હતો, પરંતુ મધ્યમ ક્રમમાં ગ્લેન ફિલિપ્સ (5) અને માર્ક ચેપમેન (3) જેવા દિગ્ગજો ફ્લોપ રહ્યા હતા.

  • ભારતીય બોલિંગ: ભારતીય બોલરોએ ચોકસાઈપૂર્વકની બોલિંગ કરીને કીવી બેટ્સમેનોને હાથ ખોલવાની તક આપી નહોતી.

ભારત માટે ગૌરવની ક્ષણ: સૂર્યાની કેપ્ટનશીપમાં રચાયો ઇતિહાસ

કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહીને વર્લ્ડ કપ જીત્યો છે. 2007 અને 2024 પછી હવે 2026માં ભારતે ફરી એકવાર સાબિત કરી દીધું કે ટી20 ક્રિકેટમાં ભારતનો કોઈ મુકાબલો નથી.

અમદાવાદમાં વહેલી દિવાળી: આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું

મેચ પૂરી થતાની સાથે જ અમદાવાદનું આકાશ આતશબાજીથી ભરાઈ ગયું હતું. 1.30 લાખથી વધુ પ્રશંસકોએ એકસાથે ‘વંદે માતરમ’ અને ‘ઈન્ડિયા-ઈન્ડિયા’ના નાદ સાથે જીતની ઉજવણી કરી હતી. સ્ટેડિયમમાં હાજર દરેક નાગરિક આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનીને ગર્વ અનુભવી રહ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -