T20 વર્લ્ડ કપ મહાજંગ: અમદાવાદમાં ભારત vs ન્યૂઝીલેન્ડ ફાઈનલ! ‘લોખંડી’ સુરક્ષા વચ્ચે મોટેરા સ્ટેડિયમ છાવણીમાં ફેરવાયું
ક્રિકેટ વિશ્વની સૌથી મોટી ટક્કર એટલે કે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ થઈ ગયું છે..ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આ હાઈ-વોલ્ટેજ મુકાબલા માટે શહેર પોલીસે અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે..લાખોની મેદની અને VVIP મહેમાનોની હાજરીને પગલે સ્ટેડિયમમાં 3,000થી વધુ પોલીસ જવાનો અને 1,000 હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર જી.એસ. મલિકનો સુરક્ષા પ્લાન
અમદાવાદ પોલીસ કમિશનરે મીડિયા સમક્ષ સુરક્ષા વ્યવસ્થાની વિગતો આપતા જણાવ્યું કે:
ચુસ્ત બંદોબસ્ત: સ્ટેડિયમની અંદર અને બહાર કુલ 4,000 સુરક્ષાકર્મીઓ ખડેપગે રહેશે.
-
એન્ટી-ડ્રોન સિસ્ટમ: આકાશમાંથી પણ બાજ નજર રાખવામાં આવશે. ત્રણ અત્યાધુનિક એન્ટી-ડ્રોન સિસ્ટમ લગાવાઈ છે, જેથી કોઈ પણ અનધિકૃત ડ્રોન સ્ટેડિયમની આસપાસ ઉડી શકશે નહીં.
-
નવતર પ્રયોગ (Holding Area): ગેટ નંબર 1 અને 2 પાસે પહેલીવાર ખાસ ‘હોલ્ડિંગ એરિયા’ બનાવવામાં આવ્યો છે. જેનાથી ગેટ પાસે ભીડ એકઠી ન થાય અને ભાગદોડ જેવી કોઈ અપ્રિય ઘટના અટકાવી શકાય.
મહિલાઓની સુરક્ષા અને ગ્રાઉન્ડ મેનેજમેન્ટ
-
ખાસ વ્યવસ્થા: મહિલા દર્શકોની સુવિધા અને સુરક્ષા માટે લેડી પોલીસ ઓફિસરોની વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે.
-
મેદાનમાં પ્રવેશ પર પ્રતિબંધ: કોઈ ઉત્સાહી ચાહક નિયમ તોડીને મેદાનમાં ન ઘૂસી જાય તે માટે બાઉન્ડ્રી પર પોલીસનું ખાસ મોનિટરિંગ રહેશે. સિનિયર અધિકારીઓ સતત રૂબરૂ દેખરેખ રાખશે.
ટિકિટના કાળાબજારિયાઓ પર લટકતી તલવાર
ક્રિકેટના ક્રેઝનો ફાયદો ઉઠાવી ટિકિટની કાળાબજારી કરનારા તત્વો માટે પોલીસે જાળ બિછાવી છે:
-
સાદા ડ્રેસમાં પોલીસ: ટિકિટના કાળાબજાર રોકવા માટે સાદા ડ્રેસમાં પોલીસ જવાનો સ્ટેડિયમ અને મોટેરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે.
-
કડક કાર્યવાહી: ગેરકાયદેસર રીતે ટિકિટ વેચતા પકડાનારાઓ સામે સખત ફોજદારી ગુનો દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે.
- Advertisement -
- Advertisement -