36.9 C
Ahmedabad
Thursday, March 5, 2026

“માથે ફાઈટર જેટ્સ અને નીચે મોતના ધડાકા! દીકરીને બચાવવા સ્ટુડિયો છોડી ભાગી લારા દત્તા, દુબઈની ભયાનક સ્થિતિ વર્ણવી.”


મધ્ય-પૂર્વમાં ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓ હવે સામાન્ય જનજીવનની સાથે બોલિવૂડ સેલેબ્સને પણ હચમચાવી રહી છે…અભિનેત્રી લારા દત્તા અને તેની પુત્રી સાયરા હાલમાં દુબઈમાં એક અત્યંત ભયાનક અને ચિંતાજનક સ્થિતિમાં ફસાયા. આસમાનમાં ગુંજતા મિસાઈલોના ધડાકા અને ફાઈટર જેટ્સના અવાજે માતૃત્વને ચિંતામાં મૂકી દીધું છે.

ઘટના 28 ફેબ્રુઆરીની છે..જ્યારે લારા દત્તા એક બ્રાન્ડ શૂટિંગ માટે દુબઈના એક સ્ટુડિયોમાં વ્યસ્ત હતી.બધું જ સામાન્ય ચાલી રહ્યું હતું. ત્યાં જ અચાનક આકાશ ચીરી નાખે તેવા જોરદાર ધડાકા સંભળાયા.

  • લારાની આપવીતી: “અમે સ્ટુડિયોમાં હતા ત્યારે જ કાન ફાડી નાખે તેવા અવાજો આવ્યા. અમે જોયું કે હવામાં મિસાઈલોને ઈન્ટરસેપ્ટ (નાશ) કરવામાં આવી રહી હતી. ફાઈટર જેટ્સ અમારા માથા ઉપરથી પસાર થઈ રહ્યા હતા.”

  • જીવ બચાવવા લગાવી દોડ: ભયના માર્યા લારા અને તેની પુત્રી સાયરા તાત્કાલિક સ્ટુડિયોમાંથી બહાર નીકળ્યા અને સુરક્ષિત આશ્રયસ્થાન તરફ દોડ્યા.

લારાના પતિ મહેશ ભૂપતિ અત્યારે કામના અર્થે બહાર હોવાથી લારાએ એકલે હાથે પુત્રીની સુરક્ષા સંભાળવી પડી રહી છે. લારાએ એક વીડિયો સંદેશમાં ભાવુક થતા જણાવ્યું હતું કે:

“ધડાકા એટલા શક્તિશાળી છે કે અમારા વિલાની બારીઓ ધ્રૂજી રહી છે અને દરવાજા આપમેળે ખખડી રહ્યા છે. એક માતા તરીકે મારી સૌથી મોટી ચિંતા મારી દીકરીની સુરક્ષા અને તેની માનસિક શાંતિ છે.”

કટોકટીના આ સમયે વિલાનો સ્ટાફ અને સ્થાનિક લોકો તેમને પૂરો સહયોગ આપી રહ્યા છે.

ભયભીત હોવા છતાં લારાએ સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકારની કામગીરી પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે:

  • પ્રશાસન નાગરિકોની સુરક્ષા માટે ૨૪ કલાક એલર્ટ પર છે.

  • “અમારી રાષ્ટ્રીયતા ગમે તે હોય, પણ અહીં અમને સંપૂર્ણ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. વહીવટીતંત્રની આ વ્યવસ્થા કાબિલે તારીફ છે.”

વીડિયોના અંતમાં લારાએ બાળકોના માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. યુદ્ધનો માહોલ બાળકના કોમળ મન પર ડર પેદા ન કરે તે માટે લારા અને તેનો પરિવાર વાતાવરણ સામાન્ય રાખવા સતત પ્રયત્નશીલ છે. આ ઘટના સ્પષ્ટ કરે છે કે યુદ્ધ માત્ર સરહદો પૂરતું સીમિત નથી રહેતું, પણ હજારો કિલોમીટર દૂર રહેલા નિર્દોષ પરિવારોના મન પર પણ ઘેરા જખમ છોડી જાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -