31.6 C
Ahmedabad
Thursday, March 5, 2026

સુરતની હોટલમાં ‘ડેથ મિસ્ટ્રી’: પ્રેમિકા સાથે ગયેલા યુવકના મોઢામાંથી ફીણ નીકળ્યું ને ઢળી પડ્યો


સુરતના ડિંડોલીની હોટલ ‘વેલેન્ટાઈન’ના એક રૂમમાં બપોરના સમયે અચાનક ચીસાચીસ સંભળાઈ હતી.. અને જોતજોતામાં 28 વર્ષીય વિનેશ પટેલનો મૃતદેહ બહાર આવ્યો હતો…પ્રેમિકા સાથે એકાંત માણવા ગયેલા યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થતા આખા પર્વત પાટિયા અને ડિંડોલી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

બપોરના અંદાજે 3:30 વાગ્યા હતા, જી-9 કોમ્પ્લેક્સમાં આવેલી હોટલના રૂમમાં વિનેશ અને તેની કથિત પ્રેમિકા હાજર હતા. અચાનક વિનેશની તબિયત લથડી, શરીરમાં ખેંચ આવી અને જોતજોતામાં મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. પ્રેમિકા કંઈ સમજે તે પહેલા જ વિનેશ પલંગ પર ઢળી પડ્યો હતો. ગભરાયેલી યુવતીએ હોટલમાં બૂમાબૂમ કરી મૂકી અને તાત્કાલિક વિનેશના ભાઈ સમીરને જાણ કરી. 108ની ટીમ પહોંચી ત્યારે વિનેશનો દેહ ઠંડો પડી ગયો હતો.

પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે:

  • 3 વર્ષનો સંબંધ: વિનેશ અને યુવતી છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા.

  • લગ્નમાં અડચણ: બંને લગ્ન કરવા માંગતા હતા.. પરંતુ પરિવારના કેટલાક સભ્યો આ સંબંધની સખત વિરુદ્ધમાં હતા.

  • મોતનું કારણ શું?: શું આ માત્ર કુદરતી ‘ખેંચ’ હતી કે પછી લગ્નના વિવાદમાં કોઈ માનસિક દબાણ? મોઢામાંથી ફીણ નીકળવા પાછળનું સાચું રહસ્ય હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ટકેલું છે.

ઘટનાની ગંભીરતા જોઈ ડિંડોલી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

  1. CCTV ફૂટેજ: પોલીસે હોટલના સીસીટીવી કબજે કર્યા.. જેથી ખબર પડી શકે કે હોટલમાં પ્રવેશતી વખતે વિનેશની સ્થિતિ કેવી હતી.

  2. રૂમની તપાસ: એફએસએલ (FSL)ની મદદથી રૂમમાંથી જરૂરી નમૂના લેવાની તજવીજ હાથ ધરાઈ છે.

  3. પૂછપરછ: પ્રેમિકા અને ભાઈના નિવેદનો લેવામાં આવ્યા છે. શું રૂમમાં કોઈ બોલાચાલી થઈ હતી? તે દિશામાં પણ તપાસ ચાલુ છે.

મોઢામાંથી ફીણ નીકળવા અને અચાનક તબિયત બગડવી એ અનેક શંકાઓ જન્માવે છે. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે પણ પીએમ રિપોર્ટ તમામ રહસ્યો પરથી પડદો ઉઠાવશે.” – તપાસ અધિકારી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -