મહારાષ્ટ્ર રાજ્યસભા જંગ: ભાજપે પત્તાં ખોલ્યા, રામદાસ આઠવલે અને વિનોદ તાવડે સહિત 4 મહારથીઓ મેદાનમાં
બિહાર બાદ હવે મહારાષ્ટ્રમાં પણ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે..ભારતીય જનતા પાર્ટીએ આગામી ચૂંટણી માટે પોતાના 4 સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે..આ યાદીમાં ભાજપે અનુભવી ચહેરાઓ, સાથી પક્ષો અને સંગઠનના પાયાના કાર્યકરો વચ્ચે સંતુલન જાળવી માસ્ટરસ્ટ્રોક રમ્યો છે.
ભાજપના 4 મહારથીઓ: કોણ છે મેદાનમાં?
ભાજપે જે નામો પર મહોર મારી છે.. તેમાં સામાજિક સમીકરણો અને સંગઠનાત્મક મજબૂતી સ્પષ્ટ દેખાય છે:
રામદાસ આઠવલે: કેન્દ્રીય મંત્રી અને RPI (A) ના વડા. NDA ના સૌથી જૂના અને વિશ્વાસુ સાથી તરીકે ફરી એકવાર મેદાનમાં છે.
વિનોદ તાવડે: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મહારાષ્ટ્રના પૂર્વ કેબિનેટ મંત્રી. સંગઠનમાં તેમની મજબૂત પકડને ધ્યાને રાખી હાઈકમાન્ડે તેમને રાજ્યસભા મોકલવાનું નક્કી કર્યું છે.
માયા ચિંતામણ ઈવનાતે: આદિવાસી અને અનુસૂચિત જનજાતિના ઉત્થાન માટે સમર્પિત સામાજિક કાર્યકર. રાષ્ટ્રીય ST કમિશનના સભ્ય રહી ચૂકેલા માયાબેન મહિલા અને પછાત વર્ગનું પ્રતિનિધિત્વ કરશે.
રામરાવ વાડકુટે: પાયાના સ્તરના મજબૂત નેતા. સંગઠનાત્મક કાર્યશૈલી અને પ્રાદેશિક પકડને કારણે તેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
ઉમેદવારોના પ્રોફાઈલ પર એક નજર
રામદાસ આઠવલે: હાલમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી છે. દલિત મતોના સમીકરણમાં તેમનું નામ નિર્ણાયક માનવામાં આવે છે.
વિનોદ તાવડે: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું નામ. હાલમાં રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, હવે સંસદના ઉચ્ચ ગૃહમાં અવાજ ઉઠાવશે.
માયા ઈવનાતે: શિક્ષિકા અને સામાજિક કાર્યકર તરીકેની છબી ધરાવતા માયાબેન આદિવાસી પટ્ટામાં ભાજપનો પક્ષ મજબૂત કરશે.
રામરાવ વાડકુટે: સામાન્ય કાર્યકરથી રાજ્યસભા સુધીની સફર. ભાજપે ફરી એકવાર સાબિત કર્યું કે પાયાના કાર્યકરની કદર થાય છે.
ચૂંટણી કાર્યક્રમ: મહત્વની તારીખો
મહારાષ્ટ્રમાં આ બેઠકો કબજે કરવા માટે તમામ પક્ષોએ રણનીતિ તેજ કરી છે.ચૂંટણીનું શિડ્યુલ નીચે મુજબ છે..
નામાંકન (ફોર્મ) ભરવાની છેલ્લી તારીખ: 5 માર્ચ
મતદાન અને મતોની ગણતરી: 16 માર્ચ
- Advertisement -
- Advertisement -