36.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

યમુના એક્સપ્રેસ-વે પર લોહીયાળ સવાર: ડબલ ડેકર બસે ઈકોને કચડી, રાજસ્થાનના એક જ પરિવારના સભ્યો સહિત 6 ના મોત


યમુના એક્સપ્રેસ-વે પર મંગળવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.આ દુર્ઘટનામાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા.જ્યારે 10 મુસાફરો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા..સાદાબાદ કોટવાલી વિસ્તારના ગઢી હરિયા ગામ પાસે બેફામ દોડતી ખાનગી ડબલ ડેકર બસે આગળ જઈ રહેલી ઈકો કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.જેના કારણે અકસ્માત થયો હતો..

અકસ્માતની વિગત: મોત બનીને આવી ડબલ ડેકર બસ

  • ઘટનાનો સમય: 3 માર્ચ, વહેલી સવારે આશરે 4:00 વાગ્યે.

  • સ્થળ: ગઢી હરિયા ગામ પાસે, યમુના એક્સપ્રેસ-વે.

  • કઈ રીતે થયો અકસ્માત: દિલ્હીથી ગોરખપુર જઈ રહેલી ખાનગી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા દિલ્હીથી રાજસ્થાન જઈ રહેલી ઈકો કારને પાછળથી ઠોકર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

તંત્રની કાર્યવાહી અને બચાવ કામગીરી

ઘટનાની જાણ થતા જ સાદાબાદ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને દૂર કરી ટ્રાફિક ખુલ્લો કરાવાયો હતો. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખંદૌલી અને આગ્રાની હોસ્પિટલોમાં ખસેડાયા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

મૃતકોની યાદી (કુલ 6):

અકસ્માતમાં જીવ ગુમાવનાર કમનસીબ મુસાફરોમાં આગ્રા અને રાજસ્થાનના રહેવાસીઓનો સમાવેશ થાય છે:

  1. વિજય સુખરામ બઘેલ (30 વર્ષ, આગ્રા)

  2. પિંકી વિજય (38 વર્ષ, આગ્રા)

  3. નાથુ દેવી (65 વર્ષ, આગ્રા)

  4. દિનેશ હુકમ સિંહ (55 વર્ષ, રાજસ્થાન)

  5. સુનિતા દિનેશ (51 વર્ષ, રાજસ્થાન)

  6. લોકેશ ભૂરી સિંહ (35 વર્ષ, રાજસ્થાન)

ઘાયલોની યાદી (કુલ 10):

ઘાયલોમાં મોટાભાગના બાળકો અને યુવાનો છે જેઓ સારવાર હેઠળ છે:

  • મનોજ (29), રાણી (28), વીરેન્દ્ર (37), પૂનમ (15), આર્યન (10), અંશુ (7), પ્રાચી (3), આયુષ (2), આયુષ (13) અને જયદીપ (4).


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -