બ્રાઝિલમાં ભયંકર પૂરથી તબાહી..અત્યાર સુધીમાં 46 લોકોના મોત
દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલમાં વિનાશક કુદરતી આફત જોવા મળી.દક્ષિણપૂર્વ બ્રાઝિલમાં આવેલા વિનાશક પૂરથી મૃત્યુઆંક વધી રહ્યો છે..અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા..ડઝનેક લોકો ગુમ છે.લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.દક્ષિણપૂર્વ બ્રાઝિલના મિનાસ ગેરાઈસ રાજ્યમાં આવેલા વિનાશક પૂરથી મૃત્યુઆંક વધી રહ્યો છે.
દક્ષિણ બ્રાઝિલમાં ભારે વરસાદ અને અચાનક પૂરથી મૃત્યુઆંક 46 પર પહોંચી ગયો છે..હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે,, આગામી થોડા દિવસોમાં આ પ્રદેશમાં વધુ વરસાદની શક્યતા છે..મિનાસ ગેરાઈસ રાજ્યમાં બચાવ કામગીરી ચાલી રહી છે…બચાવ કાર્યકરો પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે..બચાવ કામગીરી ઝડપી ગતિએ ચાલુ છે.. ઘરો અને નગરો કાદવ અને કાટમાળમાં ઢંકાઈ ગયા છે.બુધવારે શરૂઆતમાં બ્રાઝિલના ફાયર ડિપાર્ટમેન્ટે સુધારેલા મૃત્યુઆંક પ્રકાશિત કર્યા હતા..જેમાં જણાવવામાં આવ્યું હતું કે આશરે 21 લોકો હજુ પણ ગુમ છે.
- Advertisement -
- Advertisement -