23.5 C
Ahmedabad
Monday, March 2, 2026

અમદાવાદ : શહેરની 15 સ્કૂલ અને વડોદરાની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,તંત્રમાં દોડધામ


અમદાવાદમાં ફરી એકવાર બોમ્બની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યો હતો..અમદાવાદની 15 સ્કૂલોને ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી..વહેલી સવારે વિવિધ સ્કૂલોને આ ઈમેલ મળ્યા હતો..ધમકી ભર્યા ઈ-મેલ મળ્યા બાદ પોલીસ સહિતનો કાફલો સ્કૂલોમાં પહોંચી ગયો હતો.

કઇ સ્કૂલને મળી ધમકી?

SGVP ગુરુકુળ

સિલ્વર બેલ સ્કૂલ

નિરમા યુનિવર્સિટી

વિદ્યાનગર સ્કૂલ

દિવાન બલ્લુભાઈ સ્કૂલ

તુલીપ સ્કૂલ, બોપલ

સીએન સ્કૂલ

AG હાઈ સ્કૂલ

JG ઇન્ટરનેશનલ સ્કૂલ

ખાલસા લિટલ સ્કૂલ, બાપુનગર

સંત કબીર સ્કૂલ,નવરંગપુરા

ઘોડાસરની જીવીબા સ્કૂલ

અંકુર ઈન્ટરનેશન સ્કૂલ

એશિયા સ્કૂલ

DAV સ્કૂલ

એ વન સ્કૂલ

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર,સેટેલાઇટ,મકરબા સહિતના વિસ્તારમાં આવેલી 16 જેટલી સ્કૂલને ધમકીના ઈ-મેઈલ મળતાં સ્કૂલને ખાલી કરી દેવામાં આવી હતી.બીજી તરફ વડોદરાની ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ, બરોડા હાઈસ્કૂલ, નવયુગ,ડી.આર.અમીન,જીવન સાધના,ડભોઈની AWS સ્કૂલ, વાઘોડિયાની જીપીએસ, વાસણાની બ્રાઈટ ડે સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો…સ્કૂલોમાં ધમકીઓ મળતા શાળામાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી.

શહેરની વિવિધ શાળાઓમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે..તે અગાઉ નનામા ઈ-મેલથી વાલીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો..સમગ્ર મામલાની ગંભીરતા જોતા જ વાલીઓને પણ સ્કૂલોએ જાણ કરીને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા..

પોલીસ, ફાયર બ્રિગેડ,બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કલિક ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી..વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા માટે શાળાઓ ખાલી કરાવી દેવામાં આવી હતી.મહત્વનું છે કે,,તારીખ 23મી જાન્યુઆરી, 2026એ અમદાવાદ શહેરની જાણીતી સ્કૂલોને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.જેમાં સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમાં આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ, વસ્ત્રાપુરની સ્વયંમ સ્કૂલ અને એપલ ગ્લોબલ સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો.ધમકીભર્યા મેલમાં લખ્યું હતું કે, ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન,તમારા બાળકોને બચાવી લો…


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -