23.5 C
Ahmedabad
Monday, March 2, 2026

પ્રાંતિજમાં ‘સફેદ ઝેર’નો પર્દાફાશ: સત્યા ડેરીમાં ડિટર્જન્ટ અને યુરિયાથી બનતું હતું નકલી દૂધ, ₹71 લાખનો મુદ્દામાલ જપ્ત


સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતું એક મોટું કૌભાંડ ઝડપાયું છે.LCB અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ‘સત્યા ડેરી પ્રોડક્ટ’ નામની ફેક્ટરી પર દરોડા પાડીને કેમિકલયુક્ત નકલી દૂધ બનાવતા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે..જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે.

કેવી રીતે રમાતી હતી મોતની રમત?

તપાસમાં બહાર આવેલી વિગતો અત્યંત ચોંકાવનારી છે. આ ફેક્ટરીમાં માત્ર 300 લિટર અસલી દૂધમાંથી આશરે 1700 થી 2000 લિટર નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. દૂધને અસલી જેવું બતાવવા માટે તેમાં નીચે મુજબના જોખમી પદાર્થો ભેળવવામાં આવતા હતા:

  • ડિટર્જન્ટ પાઉડર: દૂધમાં કુદરતી ફીણ લાવવા માટે.

  • યુરિયા ખાતર: દૂધની ઘનતા (Density) અને ફેટનું પ્રમાણ કૃત્રિમ રીતે વધારવા.

  • કોસ્ટિક સોડા: દૂધને લાંબો સમય બગડતું અટકાવવા અને કેમિકલ બેલેન્સ કરવા.

  • પામોલિન અને સોયાબીન તેલ: દૂધમાં ચીકાશ અને ફેટ વધારવા.

  • SMP અને વ્હે પ્રોટીન: પ્રોટીન લેવલ ઉંચુ બતાવવા માટે.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

બાતમીના આધારે પોલીસે ગુરુવારે સલાલ રેલવે ક્રોસિંગ પાસે આવેલી આ ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. એફ.એસ.એલ. (FSL) ની ટીમની હાજરીમાં કરાયેલી તપાસમાં ₹71.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઝડપાયેલા આરોપીઓ:

  1. સચિન મકવાણા (સલાલ)

  2. કરણ પરમાર (સલાલ)

  3. અજય પરમાર (સલાલ)

  4. જીતેન્દ્ર પટેલ (પીલવાઈ)

  5. કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર

મુખ્ય આરોપી ફરાર: ફેક્ટરીનો માલિક રાકેશ ઉર્ફે ધર્મો નારાયણભાઈ પટેલ (રહે. સલાલ, હાલ હિંમતનગર) હાલ પોલીસ પકડથી દૂર છે. તે અઢળક કમાણી કરવાની લાલચમાં નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય સાથે ‘મોતનો વેપાર’ કરી રહ્યો હતો


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -