27 C
Ahmedabad
Saturday, April 18, 2026

ક્ષત્રિય સમાજના આગેવાનોની મહેનત રંગ લાવી…પદ્દમાવતી ફિલ્મ વખતે ક્ષત્રિય સમાજ પર થયેલ કેસો પરત ખેંચાયા…


પદ્દમાવત ફિલ્મ વખતે ક્ષત્રિય સમાજ પર થયેલા કેસ પરત ખેંચતા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખશ્રી જયરાજસિંહ પરમારે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો..સાથો સાથ શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજા,, મહાકાલ સેનાના પ્રમુખશ્રી વિજયસિંહ ચાવડા,,શ્રી રાજપૂત વિદ્યાસભા પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા સહીત તમામ આગેવાનોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તથા ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તથા તત્કાલીન ગૃહ અને કાયદામંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો..

વર્ષ 2017 માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ “ પદ્માવતી “ વખતે ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ અને સંસ્કારોની દેશના બોલીવુડના માધ્યમથી ક્ષત્રિય સમાજના સંસ્કારોનું ખોટું ચિત્રણ કરીને સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને લાંછન લાગે તેવી ફિલ્મ બનાવી હોવાનો આરોપ મુક્યો હતો.જેના વિરોધમાં સમગ્ર દેશના અને ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો..તે વખતે થયેલા ઉગ્ર આંદોલનમાં ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર અનેક પોલીસ કેસ થયા હતા. આ ઉગ્ર આંદોલન કોઈ વ્યક્તિ કે સરકાર સામે ન હતું.. પરંતુ ક્ષત્રિય સમાજને બદનામ કરતા સંજય લીલા ભણસાલી સામે હતું..ફિલ્મના માધ્યમથી ક્ષત્રિય સમાજને બદનામ કરી  ભારતીય નારીને ન શોભે તેવા કાલ્પનિક દ્રશ્યો બતાવી પ્રેક્ષકો ખેંચવા અને બોક્સ ઓફીસ છલકાવાનું એક કાવતરું હતું..

આ કેસમાં ઉશ્કેરાટ અને આવેશમાં આવીને યુવાનો દ્વારા દેખાવો થયા હતા.જેના કારણે ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર પોલીસ કેસ થયા હતા.આ થયેલા પોલીસ કેસો પાસા ખેંચવા માટે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને ભાજપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખશ્રી વીરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેનાના પ્રમુખશ્રી વિજયસિંહ ચાવડા, રાજપૂત વિદ્યાસભાના શ્રી અશ્વિનસિંહ સરવૈયા, કિરપાલસિંહ ચાવડા સહીત એક હજાર કરતા વધુ આગેવાનો ધારાસભ્યશ્રી સી.જે.ચાવડા સહીત ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી આદરણીયશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ગૃહમંત્રી આદરણીયશ્રી હર્ષભાઈ સંઘવી તથા વર્તમાન ઉર્જા મંત્રી અને તત્કાલીન કાયદામંત્રી આદરણીયશ્રી ઋષિકેશભાઈ પટેલની સાથે ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિ મંડળ જયરાજસિંહ પરમારની આગેવાની હેથળ સ્વર્ણિમ સંકુલ નર્મદા હોલમાં મળ્યા હતા.સમગ્ર કેસની વિગતવાર છણાવટ કરી રજુઆત કરી હતી..ત્યારબાદ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિત્વ મંડળ જયરાજસિંહ પરમાર, વીરભદ્રસિંહ જાડેજા અને વિજયસિંહ ચાવડાની આગેવાનીમાં,પૂર્વ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત અને વિજાપુરના ધારાસભ્યશ્રી ડો. સી.જે.ચાવડાની ઉપસ્થિતિમાં માન.મુખ્યમંત્રીશ્રીના નિવાસ્થાને માન. મુખ્યમંત્રીશ્રીને રાજ્યના મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસની ઉપસ્થિતીમાં મળ્યા હતા..માન.મુખ્યમંત્રીશ્રીએ કેસો પાસા ખેંચવાની ખાતરી આપી હતી..

 આજે ઉત્તર ગુજરાતના મહુડીના કેસો વિજાપુર પોલીસ સ્ટેશનના તાબા હેઠળના તથા મહેસાણા પોલીસ સ્ટેશનના કેસો પાછા ખેંચવાની વિનંતી કરતી અરજી સરકારશ્રીએ નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે માન્ય રાખી છે..આ સમગ્ર કેસો અને કાર્યવાહી દરમ્યાન ક્ષત્રિય સમાજના નિઃશુલ્ક કેસ લડતા એડવોકેટ મહેન્દ્રસિંહ જાડેજા ( અમદાવાદ )તથા એડવોકેટ જયદેવસિંહ ચાવડા ( મહેસાણા ) એ આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયામાં પણ  મુખ્ય ભાગ ભજવ્યો હતો..

જયરાજસિંહ પરમાર, વિરભદ્રસિંહ જાડેજા, વિજયસિંહ ચાવડા, અશ્વિનસિંહ સરવૈયા તથા કિરપાલસિંહ ચાવડા સહીત ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો ગુજરાત પ્રદેશ શ્રી રાજપૂત કરણી સેના તથા મહાકાલ સેનાના તમામ પદાધિકારીઓ સહીત ગુજરાત પ્રદેશ ટીમના તમામ હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો સહીત શ્રી બકુલસિંહ વાઘેલા સેજપાલસિંહ ઝાલા તથા રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ મંત્રી જેમને આ મુદ્દે સતત જયરાજસિંહ પરમારના સંપર્કમાં રહ્યા તેમજ તમામ હોદ્દેદારો આગેવાનોનો ક્ષત્રિય સમાજ ખુબ આભર વ્યક્ત કરે છે.

ગુજરાતનો સમગ્ર ક્ષત્રિય સમાજ ગુજરાત સરકાર, માન. મુખ્યમંત્રીશ્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલ, માન. ગૃહમંત્રીશ્રી આદરણીય હર્ષભાઈ સંઘવી તથા માન. ઊર્જા અને પંચાયત મંત્રીશ્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલનો જાહેર આભાર વ્યક્ત કરે છે…

કેસની વિગત-

સેશન્સ કેસ નં. 54-2018, 36-20219, 02 -2020 , 06-2020 , 204-2021 મહેસાણા

5 કેસ..

સેશન્સ કેસ નં. 156-2018, 157 -2018, 96 -2019 , 48-2019 , 49- 2020, 136 -2023 મહેસાણા

6 કેસ..

કુલ જુદા જુદા નાના મોટા 11 કેસ પરત ખેંચાયા છે..સાથે ગણીએતો બે કેસ થાય…

અમદાવાદ ખાતે થયેલા કેસો પેન્ડિગ છે..કાર્યવાહી ચાલુ છે…

રજુઆત માટે ક્ષત્રિય સમાજની સરકાર સાથે પ્રથમ બેઠક –

તા..15-07-2025

તત્કાલીન કાયદામંત્રીશ્રી માન. ઋષિકેશભાઈ પટેલ અને તત્કાલીન ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

સ્થળ – નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ–૧

રજુઆત માટે બીજી બેઠક –

તા..07-10-2025

માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

સ્થળ- માન. મુખ્યમંત્રીશ્રી નિવાસ્થાન, ગાંધીનગર

ક્ષત્રિય સમાજના નિઃશુલ્ક કેસ લડતા વકીલ

  1. શ્રી જયદેવસિંહ ચાવડા – મહેસાણા

  2. શ્રી મહેન્દ્રસિંહ જાડેજા – અમદાવાદ

ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખશ્રી જયરાજસિંહ પરમારની આગેવાનીમાં ગુજરાતની મોટા ભાગની સામાજિક સંસ્થાઓ જેમાં મુખ્યત્વે…..

શ્રી રાજપૂત કરણી સેના – વિરભદ્રસિંહ જાડેજા

શ્રી મહાકાલ સેના- વિજયસિંહ ચાવડા

શ્રી રાજપૂત વિદ્યાસભા – અશ્વિનસિંહ સરવૈયા

સહીત ઉત્તર ગુજરાતની 50 કરતા વધુ સામાજિક સંસ્થાઓએ રજુઆત કરી હતી…

આ સિવાય સમયાંતરે અલગ અલગ સમયે અલગ અલગ સંસ્થાઓ અને આગેવાનોએ પણ જુદા જુદા પ્લેટફોર્મથી રજૂઆતો પણ થતી રહી હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -