દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમીમા રોડ્રિગ્સને લાખોનો દંડ
ગુજરાત જાયન્ટ્સ સામેની મેચ દરમિયાન ધીમા ઓવર-રેટ બદલ દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમીમા રોડ્રિગ્સને રૂપિયા 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.મંગળવારે વડોદરામાં રમાયેલી મેચમાં ગુજરાતે દિલ્હીને ત્રણ રનથી હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી છે.પહેલા બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં નવ વિકેટે 174 રન બનાવ્યા હતા.દિલ્હી તેમની નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 171 રન જ બનાવી શકી હતી.
જેમીમાનો આ પહેલો સ્લો ઓવર-રેટ ગુનો હતો. જેના કારણે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.ગયા અઠવાડિયે સતત બે જીત નોંધાવ્યા બાદ દિલ્હી કેપિટલ્સને તેમની પ્લેઓફની આશાઓમાં ઝટકો લાગ્યો છે.પહેલા બેટિંગ કરતા ગુજરાતે 174 રન બનાવ્યા.જેમાં અંતિમ ઓવરમાં 15 રન આવ્યા.લક્ષ્યનો પીછો કરતા, દિલ્હીની શરૂઆત નબળી રહી.પરંતુ સાતમી વિકેટ માટે મહત્વપૂર્ણ ભાગીદારીએ ટીમને સ્પર્ધામાં રાખી અને મેચને અંતિમ ઓવર સુધી પહોંચાડી.
17મી ઓવરમાં મોંઘા સાબિત થયેલી સોફી ડિવાઈને 20મી ઓવરમાં શાનદાર વાપસી કરી..ગુજરાતને નજીકની જીત અપાવવા માટે દબાણ હેઠળ સંયમ બતાવ્યો.દિલ્હી કેપિટલ્સનું અભિયાન હવે તેમના અંતિમ લીગ મેચ પર ટકી રહ્યું છે.જ્યાં તેઓ 1 ફેબ્રુઆરીએ યુપી વોરિયર્સનો સામનો કરશે.
- Advertisement -
- Advertisement -