ગુજરાતની પ્લેઓફની આશા જીવંત, દિલ્હીને ફક્ત ત્રણ રનથી હરાવ્યું
ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ રનથી હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી.ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ.જ્યારે દિલ્હી ચોથા સ્થાને છે.વડોદરામાં મંગળવારે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 9 વિકેટે 174 રન બનાવ્યા.જયારે દિલ્હીએ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 171 રન જ બનાવી શકી.ગુજરાત માટે સોફી ડિવાઈને ચાર વિકેટ લીધી.જ્યારે રાજેશ્વરી ગાયકવાડે ત્રણ વિકેટ લીધી.એશ્લે ગાર્ડનરે પણ એક વિકેટ લીધી હતી..
ગુજરાતની ઈનિંગ્સ
પહેલા બેટિંગ કરતા ગુજરાતે આક્રમક શરૂઆત કરી. ઓપનર સોફી ડિવાઈને શરૂઆતની ઓવરોમાં આત્મવિશ્વાસથી રમી, ત્રણ શાનદાર બાઉન્ડ્રી ફટકારી હતી.પરંતુ તે 13 રન પર મેરિઝાન કપ દ્વારા બોલ્ડ થઈ ગઈ.ત્યારબાદ બેથ મૂનીએ એક છેડો પકડી રાખ્યો અને ત્રીજા નંબરે આવેલી અનુષ્કા શર્મા સાથે ઇનિંગને સ્થિર કરી.અનુષ્કા શર્માએ આક્રમક બેટિંગ કરી, 25 બોલમાં 39 રન બનાવ્યા અને આઠ ચોગ્ગા ફટકાર્યા..પરંતુ શ્રી ચરણી દ્વારા આઉટ થઈ ગઈ.
ગુજરાતને મધ્યમ ક્રમમાં શ્રેણીબદ્ધ નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો. કેપ્ટન એશ્લે ગાર્ડનર, જ્યોર્જિયા વેરહામ અને ભારતી ફુલમાલી મોટી ભાગીદારી બનાવવામાં નિષ્ફળ ગયા.જેના કારણે રન રેટ પર અસર પડી..જોકે બેથ મૂનીએ એક છેડે ટકી રહી અને સમજદારીપૂર્વક બેટિંગ કરી, 46 બોલમાં સાત ચોગ્ગા સહિત 58 રન બનાવ્યા.તનુજા કંવરે અંતિમ ઓવરમાં ઝડપી 21 રન ઉમેરીને સ્કોર મજબૂત બનાવ્યો..જેના કારણે ગુજરાતે 20 ઓવરમાં 9 વિકેટે 174 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો.
દિલ્હીની ઇનિંગ્સ
175 રનના લક્ષ્યનો પીછો કરતા, દિલ્હી કેપિટલ્સે મજબૂત શરૂઆત કરી. રેણુકા સિંહ ઠાકુરની બોલિંગમાં આક્રમક શોટ રમી રહેલી શેફાલી વર્માએ પ્રથમ ઓવરમાં 16 રન બનાવ્યા.. 10 બોલમાં 14 રન બનાવ્યા. જોકે, તે ત્રીજી ઓવરમાં રાજેશ્વરી ગાયકવાડના સ્પિન દ્વારા કેચ થઈ ગઈ. લિઝેલ લીને સ્થાયી થવામાં મુશ્કેલી પડી અને પાવરપ્લેના છેલ્લા બોલ પર સોફી ડિવાઈન દ્વારા આઉટ કરવામાં આવી.. તેણે 20 બોલમાં ફક્ત 11 રન બનાવ્યા.
કેપ્ટન જેમીમા રોડ્રિગ્સ અને એલ વોલ્વાર્ડે ઉપયોગી રન ઉમેરીને ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો.. પરંતુ ગુજરાતની બોલિંગે વચ્ચેની ઓવરોમાં મેચનું પાસુ ફેરવી નાખ્યું.રાજેશ્વરી ગાયકવાડે ચુસ્ત બોલિંગ કરી.. એક પછી એક વિકેટ ઝડપી.સોફી ડિવાઈને જેમીમા રોડ્રિગ્સને ક્લીન બોલ્ડ કરી અને એશ્લે ગાર્ડનરે પહેલા બોલ પર મેરિઝાન કપને આઉટ કર્યો.એક સમયે દિલ્હીનો સ્કોર 6 વિકેટે 100 હતો.. અને ટીમ દબાણ હેઠળ હતી.
નિકી પ્રસાદ અને સ્નેહ રાણાએ જબરદસ્ત લડાયક ભાવના દર્શાવી, મેચને અંતિમ ઓવરમાં લઈ જવા માટે ઝડપથી સ્કોર કર્યો.નિકી પ્રસાદે 24 બોલમાં શાનદાર 47 રન બનાવ્યા.જ્યારે સ્નેહ રાણાએ 15 બોલમાં 29 રન બનાવ્યા. જોકે, અંતિમ ઓવરમાં સોફી ડિવાઈને બંને બેટ્સમેનોને આઉટ કર્યા.જેના કારણે ગુજરાતને દિલ્હી કેપિટલ્સ પર ત્રણ રનથી રોમાંચક જીત મળી હતી..
- Advertisement -
- Advertisement -