29.2 C
Ahmedabad
Monday, March 2, 2026

મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 15 રનથી હરાવ્યું


મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 15 રનથી હરાવ્યું.વડોદરામાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ નેટ શીવર-બ્રન્ટની અણનમ સદી અને હેલી મેથ્યુઝની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા.જયારે RCB નિર્ધારિત ઓવરમાં નવ વિકેટે 184 રન જ બનાવી શક્યું હતુ..જેમાં રિચા ઘોષે સૌથી વધુ 90 રન બનાવ્યા.

પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી મુંબઈ ઈન્ડિયન્સે મજબૂત અને સંતુલિત દાવ રમ્યો, 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા. શરૂઆતની વિકેટ ગુમાવ્યા પછી, હેલી મેથ્યુઝ અને નેટ શીવર-બ્રન્ટે દાવ સ્થિર કર્યો અને આક્રમક રીતે આગળ વધ્યા. તેઓએ બીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી કરી.જેનાથી મુંબઈ મોટા સ્કોર તરફ આગળ વધ્યું હેલી મેથ્યુઝે 9 ચોગ્ગાની મદદથી 39 બોલમાં 56 રન બનાવ્યા..જ્યારે બ્રન્ટે મેચ પર પ્રભુત્વ જમાવ્યું..એક સદી સાથે અણનમ રહ્યો.મુંબઈએ અંતિમ ઓવરોમાં રન રેટ જાળવી રાખ્યો અને RCB બોલરોને વાપસી કરવા દીધી નહીં..RCB માટે લોરેન બેલ સૌથી સફળ બોલર રહી તેણે બે વિકેટ લીધી હતી..

નેટ શીવર બ્રન્ટે ઇતિહાસ રચ્યો

નેટ શીવર બ્રન્ટે મહિલા પ્રીમિયર લીગમાં પ્રથમ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો..તેણીએ વડોદરામાં RCB સામે 57 બોલમાં અણનમ 100 રન બનાવ્યા.. જેમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.આ ઇનિંગ સાથે તે WPL ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરની યાદીમાં ટોચ પર પહોંચી ગઈ.તેની પહેલા જ્યોર્જિયા વોલ (99*), સોફી ડિવાઇન (99), એલિસા હીલી (96*), બેથ મૂની (96*), અને સ્મૃતિ મંધાના (96) જેવા મોટા નામો સદી ચૂકી ગયા હતા.. પરંતુ બ્રન્ટે આ સિદ્ધિ હાંસલ કરીને મહિલા પ્રીમિયર લીગમાં એક નવો રેકોર્ડ બનાવ્યો હતો..

RCB ઇનિંગ્સ

200 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી RCBની શરૂઆત ખૂબ જ ખરાબ રહી.પાવરપ્લેમાં ટીમે 35 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી..મેચ લગભગ મુંબઈના નિયંત્રણમાં હતી.જોકે, રિચા ઘોષે એક છેડો પકડી રાખ્યો હતો.. અને વિસ્ફોટક બેટિંગ કરીને મેચને રોમાંચક બનાવી હતી.રિચા ઘોષે 50 બોલમાં અણનમ 90 રન બનાવ્યા હતા.. જેમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા..છેલ્લી બે ઓવરમાં 43 રન ઉમેર્યા હતા.બીજા છેડેથી પૂરતો સહયોગ મળ્યો ન હતો.ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 184 રન જ બનાવી શકી હતી.મુંબઈ માટે.. હેલી મેથ્યુઝે પણ બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું અને 3 વિકેટ લીધી.. જ્યારે શબનીમ ઇસ્માઇલે 2 મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -