શેરબજાર રવિવારે પણ ખુલશે..BSE અને NSE એ 1 ફેબ્રુઆરીનું શેડ્યૂલ જાહેર કર્યું
શેરબજારમાં વેપાર અને રોકાણ કરનારા લોકો માટે મોટા સમાચાર છે.જો કે સામાન્ય રીતે રવિવારના દિવસે બજાર બંધ રહે છે.પરંતુ આ વખતે 1 ફેબ્રુઆરી, 2026 રવિવાર હોવા છતાં, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ નિર્ણય લીધો છે કે બજેટના દિવસે બજાર અન્ય દિવસોની જેમ ટ્રેડિંગ માટે ખુલ્લું રહેશે.કારણ કે આ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. BSE અને NSE બંનેએ આજે અલગ-અલગ પરિપત્રો જારી કર્યા છે જેમાં માહિતી આપવામાં આવી છે કે,,બજેટના દિવસે લાઈવ ટ્રેડિંગ સેશન હશે.ટ્રેડિંગનો સમય સામાન્ય દિવસો જેવો જ રહેશે.
પ્રી-ઓપન માર્કેટ સવારે 9 થી 9:08 સુધી ખુલ્લું રહેશે.જ્યારે સામાન્ય ટ્રેડિંગ સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા સુધી ચાલશે.BSEએ તેના પરિપત્રમાં જણાવ્યું કે, ટ્રેડિંગ સભ્યોએ નોંધ લેવી જોઈએ કે T+0 સેટલમેન્ટ સત્ર અને સેટલમેન્ટ ડિફોલ્ટ માટે હરાજી સત્ર રવિવાર, ફેબ્રુઆરી 0102026 ના રોજ યોજાશે નહીં.ઇક્વિટી સેગમેન્ટ સિવાય, F&O (ડેરિવેટિવ્ઝ) અને કોમોડિટી ડેરિવેટિવ્સમાં પણ ટ્રેડિંગ થશે.
રવિવારે બજાર બંધ રહે છે
સામાન્ય રીતે અમુક જાહેર રજાઓ સિવાય દર શનિવાર અને રવિવારે શેરબજાર બંધ રહે છે. તાજેતરના સમયમાં આ કદાચ પ્રથમ વખત હશે જ્યારે દલાલ સ્ટ્રીટને કામકાજનો રવિવાર મળશે. 2000 પછી આ પહેલીવાર હશે જ્યારે કેન્દ્રીય બજેટ રવિવારે સંસદમાં રજૂ કરવામાં આવશે. અગાઉ 2025માં નિર્મલા સીતારમણે શનિવારે બજેટ રજૂ કર્યું હતું.જ્યારે 2015માં અરુણ જેટલીએ શનિવારે 28 ફેબ્રુઆરી 2015ના રોજ બજેટ રજૂ કર્યું હતું.
શેરબજારની રજાઓ
શનિ-રવિ ઉપરાંત, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના કારણે ગયા ગુરુવારની રજા સહિત BSE અને NSE પર કુલ 16 જાહેર રજાઓ છે.26મી જાન્યુઆરી આ મહિનાની બીજી બજાર રજા હશે.વર્ષના પ્રથમ ભાગમાં મુખ્ય રજાઓમાં 3 માર્ચે હોળી, 26 માર્ચે રામ નવમી, 31 માર્ચે મહાવીર જયંતિ અને 3 એપ્રિલે ગુડ ફ્રાઈડેનો સમાવેશ થાય છે.આ ઉપરાંત 14મી એપ્રિલે આંબેડકર જયંતિ,1લી મેના રોજ મહારાષ્ટ્ર દિવસ અને 28મી મેના રોજ બકરીદ પર પણ બજારો બંધ રહેશે.
આ દિવસે પણ બજાર બંધ રહેશે
વર્ષના બીજા ભાગમાં 26મી જૂને મોહરમ, 14મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી અને 2જી ઓક્ટોબરે ગાંધી જયંતિના રોજ વેપાર બંધ રહેશે.આ પછી 20મી ઓક્ટોબરે દશેરા,10મી નવેમ્બરે દિવાળી બલિપ્રતિપદા અને 24મી નવેમ્બરે ગુરુ નાનક જયંતિ પર પણ બજારો બંધ રહેશે.વર્ષ 2026ની છેલ્લી બજાર રજા ક્રિસમસના દિવસે 25 ડિસેમ્બરે હશે..
- Advertisement -
- Advertisement -