WPL 2026: પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને RCB વચ્ચે ટક્કર..
મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 શુક્રવારથી શરૂ થઈ રહી છે.ટુર્નામેન્ટના પહેલા મેચમાં બે વખતની ચેમ્પિયન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ટકરાશે.. જેની કેપ્ટનશીપ સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના કરશે.ચોથું WPL નવી મુંબઈ અને વડોદરામાં બે તબક્કામાં યોજાશે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઘણી મજબૂત દેખાય છે.ભારતીય કેપ્ટન હરમનપ્રીત ઉપરાંત તેમની પાસે ઈંગ્લેન્ડના કેપ્ટન નેટ સાયવર બ્રન્ટ અને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન હેલી મેથ્યુઝ જેવા અનુભવી ખેલાડીઓ પણ છે. મુંબઈએ તેના મોટાભાગના ખેલાડીઓને જાળવી રાખ્યા છે..જેના કારણે કોઈપણ ટીમ માટે તેમને હરાવવાનું પડકારજનક બને છે.ન્યુઝીલેન્ડની અમેલિયા કેર, ઓસ્ટ્રેલિયાની મિલી ઇલિંગવર્થ અને ભારતની વિશ્વસનીય અમનજોત કૌરની હાજરીથી મુંબઈની બેટિંગ મજબૂત બની છે.શબનીમ ઇસ્માઇલ મુંબઈના બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે.. જેમાં સૈકા ઇશાકનો પણ સમાવેશ થાય છે.
બંને ટીમો.
મુંબઈ ઇન્ડિયન્સ: હેલી મેથ્યુઝ, અમનજોત કૌર, હરમનપ્રીત કૌર (કેપ્ટન), સજીવન સજના, સંસ્કૃતિ ગુપ્તા, પૂનમ ખેમનાર, અમેલિયા કેર, નતાલી સાયવર બ્રન્ટ, નિકોલા કેરી, નાલા રેડ્ડી, ત્રિવેણી વશિષ્ઠ, જી. કમાલિની (વિકેટકીપર), રાહિલા ફિરદોસ (વિકેટકીપર), મિલી ઇલિંગવર્થ, સૈકા ઇશાક, શબનીમ ઇસ્માઇલ.
RCB: દયાલન હેમલથા, સ્મૃતિ મંધાના (કેપ્ટન), જ્યોર્જિયા વોલ, નાદીન ડી ક્લાર્ક, ગ્રેસ હેરિસ, ગૌતમી નાઈક, શ્રેયંકા પાટીલ, પ્રેમા રાવત, પૂજા વસ્ત્રાકર, સયાલી સતઘરે, રિચા ઘોષ (વિકેટકીપર), કુમાર પ્રત્યુષા (વિકેટકીપર), અરવિંદ, અરવિંદ, લૅનકીપર સ્મિથ, રાધા યાદવ.
- Advertisement -
- Advertisement -