22.7 C
Ahmedabad
Monday, March 2, 2026

ભાભર : રૂની ગામે વિશ્વ આંજણાધામ માટે ચૌધરી સમાજની મળી બેઠક


ભાભર તાલુકાના રૂની ગામે આવેલા આંજણા કેળવણી મંડળ સંકુલ ખાતે ગાંધીનગર ખાતે નવ નિર્મિત બની રહેલા વિશ્વ આંજણા ધામને લઈને આ બેઠક યોજાઈ હતી.

આ બેઠક 64 આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રમેશભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં ચોસઠ આંજણા ગોળના ચૌધરી સમાજના આગેવાનો સહીત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

આ બેઠકમાં વિશ્વ આંજણાધામના મહામંત્રી નાનજી પટેલ પણ ઉપસ્થિત રહીને આવતા દીવસોમા નવ નિર્મિત  વિશ્વ આંજણાધામ ખાતે શૈક્ષણિક, આરોગ્ય, સામાજિક સહીતની અન્ય બાબતે વિગતવાર જાણકારી આપી હતી.આ પ્રસંગે વધુમાં નાંનજીભાઈ ચૌધરીએ જણાવ્યું કે, એક ચૌધરી સમાજ માટે વિશાળ વટવૃક્ષ રૂપિ બની રહેલા વિશ્વ આંજણા ધામ પ્રેરીત થવા બાબતે અને શૈક્ષણિક મુદ્દાએ આગળ વધવા બાબતે સમાજબંધુઓને આહવાન કર્યું હતું.

આ પ્રસંગે 64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ચોસઠ ગોળ આંજણા સમાજના અલગ અલગ ગામોના યુવાનોની તાલુકા વાઇઝ કમિટી બનાવીને  વિશ્વ આંજણાધામના સહયોગી બનવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે.આ બેઠકમાં 64 ગોળ આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બેઠકને સફળ બનાવી હતી.

અહેવાલ = બાબુભાઈ ચૌધરી, ભાભર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -