કર્ણાટક : ટ્રક સાથે અથડાયા બાદ સ્લીપર બસમાં આગ લાગી, 10 લોકો જીવતા બળી ગયા
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો. એક ખાનગી સ્લીપર બસ ટ્રક (લોરી) સાથે અથડાઈ. ટક્કર એટલી ગંભીર હતી કે સ્લીપર બસમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા..
બસ બેંગલુરુથી શિવમોગા જઈ રહી હતી. સ્લીપર બસને 300 કિલોમીટરથી વધુ મુસાફરી કરવી પડી હતી.આ અકસ્માત નેશનલ હાઇવે 48 પર થયો હતો.
ગુરુવારે સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો. જ્યારે ટક્કર થઈ ત્યારે મોટાભાગના મુસાફરો બસમાં સૂતા હતા અને બસમાં આગ લાગી ગઈ. એવું જાણવા મળ્યું છે કે બીજી બાજુથી આવી રહેલો એક ટ્રક ડિવાઈડર ઓળંગીને બસ સાથે અથડાઈ ગયો હતો.. જેના કારણે આગ લાગી હતી. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે મૃત્યુઆંક વધી શકે છે.
- Advertisement -
- Advertisement -