29.2 C
Ahmedabad
Monday, March 2, 2026

હરાજીના 40 ટક પૈસા ફક્ત પાંચ ખેલાડીઓને ફાળે ગયા..


IPL 2026 ખેલાડીઓની હરાજી મંગળવારે અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે થઈ હતી. કુલ 369 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી. જેમાંથી 77 વેચાયા હતા.વેચાયેલા ખેલાડીઓમાં 48 ભારતીય અને 29 વિદેશી સ્ટારનો સમાવેશ થાય છે.હરાજી દરમિયાન ફ્રેન્ચાઇઝી ટીમોએ કુલ ₹215.45 કરોડ ખર્ચ્યા હતા.જોકે, આ કુલ રકમનો લગભગ 40% ફક્ત પાંચ ખેલાડીઓ પર ખર્ચવામાં આવ્યો હતો.

કેમેરોન ગ્રીનને ₹25.20 કરોડ મળ્યા

આ હરાજીમાં સૌથી મોંઘા ખેલાડી કેમેરોન ગ્રીન હતા.. જેમને KKR દ્વારા ₹25.20 કરોડની જંગી રકમમાં કરારબદ્ધ કરવામાં આવ્યા હતા.ગ્રીન IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી પણ બન્યો.તેની બેઝ પ્રાઈસ ₹2 કરોડ હતી.પરંતુ તેની બોલી ભારે લાગી હતી. ગ્રીન અગાઉ 2023 માં 17.50 કરોડ રૂપિયામાં વેચાયો હતો.

મથિશા પથિરાના 18 કરોડ રૂપિયામાં

KKR એ આ સિઝનમાં બીજા ક્રમની સૌથી મોટી બોલી લગાવી હતી.તેઓએ શ્રીલંકાના બોલર મથિશા પથિરાનાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો.આનો અર્થ એ કે KKR એ ફક્ત બે ખેલાડીઓ પર 43.20 કરોડ રૂપિયા ખર્ચ્યા.

ચેન્નાઈએ બે અનકેપ્ડ ખેલાડીઓ માટે રેકોર્ડ બોલી લગાવી

ત્રીજો સૌથી મોંઘો ખેલાડી કાર્તિક શર્મા હતો..જેને ચેન્નાઈ સુપર કિંગ્સે 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. CSK એ પણ પ્રશાંત વીર ને એટલી જ રકમમાં ખરીદ્યો. આનો અર્થ એ કે CSK એ 28.40 કરોડ રૂપિયામાં બે ખેલાડીઓ ઉમેર્યા.

લિવિંગસ્ટોન પર હૈદરાબાદે બોલી લગાવી

લિયામ લિવિંગસ્ટોન હરાજીના પહેલા રાઉન્ડમાં બિડ વગર ગયો.પરંતુ જ્યારે હરાજી ફરી શરૂ થઈ..ત્યારે લિયામ લિવિંગસ્ટોનનું નસીબ બદલાઈ ગયું.સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

40% પૈસા ફક્ત પાંચ ખેલાડીઓને ગયા. આનો અર્થ એ કે IPL ટીમોએ આ સિઝનમાં ટોચના પાંચ ખેલાડીઓ પર આશરે ₹86 કરોડ ખર્ચ્યા. કુલ ₹215 કરોડની બોલી લાગી હતી. આનો અર્થ એ થયો કે હરાજીની રકમનો 40% ભાગ ફક્ત પાંચ ખેલાડીઓ પર ખર્ચવામાં આવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -