બુમરાહ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 100 વિકેટ લેનાર બીજો ભારતીય બન્યો..અર્શદીપ સિંહની બરાબરી કરી
ભારતીય ટીમના અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચ દરમિયાન એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો. બુમરાહ ભારત માટે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 100 વિકેટ લેનાર બીજો બોલર બન્યો. તેણે આ સિદ્ધિમાં અર્શદીપ સિંહની બરાબરી કરી. અત્યાર સુધી ફક્ત બુમરાહ અને અર્શદીપે જ સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારત માટે 100થી વધારે વિકેટ લીધી છે.
બ્રેવિસ બુમરાહનો 100મો શિકાર બન્યો
બુમરાહ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 100 વિકેટ લેવાથી એક ડગલું દૂર હતો…બુમરાહએ ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કર્યો.. જે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેનો 100મો શિકાર બન્યો.ત્યારબાદ બુમરાહએ તે જ ઓવરમાં કેશવ મહારાજને આઉટ કર્યો.બુમરાહ હવે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 101 વિકેટ લઈ ચૂક્યો છે અને આ ફોર્મેટમાં ભારતનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.ભારત માટે T20I માં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અર્શદીપના નામે છે, તેણે 69 મેચોમાં 107 વિકેટ લીધી છે. હાર્દિક પંડ્યા 99 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. હાર્દિક પાસે પણ 100 વિકેટ સુધી પહોંચવાની તક છે અને તે તેની ખૂબ નજીક છે.
ત્રણેય ફોર્મેટમાં 100+ વિકેટ લેનાર પ્રથમ ભારતીય
બુમરાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100+ વિકેટ લેનાર પ્રથમ ભારતીય અને કુલ પાંચમો બોલર છે. તેની પહેલા લસિથ મલિંગા, ટિમ સાઉથી, શાકિબ અલ હસન અને શાહીન આફ્રિદી છે. બુમરાહ અત્યાર સુધી ટેસ્ટમાં 234 વિકેટ લઈ ચૂક્યો છે, જ્યારે તેની પાસે ODI માં 149 વિકેટ છે.
- Advertisement -
- Advertisement -