હવે આધારની નવી એપમાં ઘરે બેઠા બદલો એડ્રેસ અને નામ, કોઈ ડોક્યુમેન્ટની નથી જરૂર
હવે તમે ઘરે બેઠા આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી શકો છો. સરકારે નવા આધાર એપમાં આ સુવિધા શરૂ કરી દીધી છે.સાથે જ, એડ્રેસ, નામ અને ઈમેલ આઈડી પણ અપડેટ કરવાની ફેસિલિટી ટૂંક સમયમાં શરૂ થશે.આ નવી ડિજિટલ સર્વિસની ઘોષણા આધારને રેગ્યુલેટ કરતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ કરી છે.
આ ફેરફારો માટે યુઝર્સને કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે.એપ પર OTP વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશનથી બધું જ બદલી શકાશે.આ સર્વિસથી દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લોકો, સિનિયર સિટીઝન અને માઇગ્રેટ થતા લોકોને સરળતા રહેશે.
નવી સર્વિસ કેવી રીતે કામ કરશે?
UIDAI અનુસાર એપ દ્વારા આધારમાં અપડેટ કરવાની પ્રોસેસ ઘણી સરળ છે.આ માટે કોઈ ડોક્યુમેન્ટ કે ફિઝિકલ વિઝિટની જરૂર નથી.આખી પ્રોસેસ થોડી મિનિટોમાં પૂરી થઈ જશે.
જો તમે એપ ડાઉનલોડ નથી કરી.. તો તેને ડાઉનલોડ કરીને સેટઅપ કરવું પડશે.તેના માટેના સ્ટેપ્સ…
સૌથી પહેલા યુઝર્સને AADHAAR એપ ડાઉનલોડ કરવો પડશે.
અહીં યુઝર્સને પોતાનો આધાર નંબર નાખીને લોગિન કરવું પડશે.
રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP જશે.. વેરિફિકેશન કરવું પડશે.
આગળના ઉપયોગ માટે 6 અંકોનો લોગિન PIN સેટ કરવો પડશે.
એપમાં મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ થશે?
6 અંકોનો PIN નાખીને આધાર એપમાં લોગિન કરો.
સ્ક્રોલ કરીને નીચે જાઓ, સર્વિસીસમાં ‘માય આધાર અપડેટ’ પર ક્લિક કરો.
સૌથી પહેલા મોબાઇલ નંબર અપડેટનો જ ઓપ્શન આવશે..ક્લિક કરો.
અહીં જરૂરી ડિટેલ વાંચો, કન્ટિન્યુ પર ક્લિક કરો.
હાલનો મોબાઇલ નંબર નાખો, OTP વેરિફાય કરો.
નવો મોબાઇલ નંબર નાખો, OTP વેરિફાય કરો.
ફેસ ઓથેન્ટિકેશન થશે.. કેમેરામાં જોઈને એકવાર આંખ બંધ કરો અને ખોલો.
પેમેન્ટ કરવાનો ઓપ્શન આવશે.. ₹75 જમા કર્યા પછી પ્રોસેસ પૂરી થઈ જશે.
- Advertisement -
- Advertisement -