26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

છત્તીસગઢ: બીજાપુરમાં એક સાથે 41 નક્સલીઓનું આત્મસમર્પણ


છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી.બુધવારે કુલ 41 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું.આ આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાંથી 32ના માથા પર ભારે ઈનામ હતું.જેનું કુલ મૂલ્ય આશરે ₹1.19 કરોડ હતું.

આત્મસમર્પણ કરનારાઓમાં 29 પુરુષો, 12 મહિલાઓ

શરણાગતિ સ્વીકારનારાઓમાં 12 મહિલાઓ અને 29 પુરુષો. આ કેડર DKSZC, તેલંગાણા રાજ્ય સમિતિ, ધમતારી-ગરિયાબંદ-નુઆપડ ડિવિઝન, પશ્ચિમ બસ્તર સપ્લાય ટીમ અને અનેક RPC લશ્કરી એકમોમાં સક્રિય હતા.આમાં PLGA બટાલિયન નંબર 1 ના મુખ્ય સભ્યો પાંડુ હાપકા ઉર્ફે મોહન, બંદી હાપકા, લક્કુ કોરસા, બદરુ પુનેમ અને સુખરામ હેમલા જેવા કુખ્યાત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. દરેક પર આઠ લાખ રૂપિયાનું ઈનામ હતું.મંગલી માડવી, પાંડો માડકમ, જામલી કાદિયમ અને જોગી માડકમ જેવી ઘણી મહિલા નક્સલીઓ પણ સંગઠન છોડીને મુખ્ય પ્રવાહમાં પાછી ફરી.તે બધા માટે બે લાખથી આઠ લાખ રૂપિયા સુધીના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

આ વર્ષે 560 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, 144નો સામનો થયો હતો.

પોલીસે જણાવ્યું કે,દસ્તાવેજીકરણ અને કાનૂની ચકાસણી પછી રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ તમામ કેડર્સને 50,000 રૂપિયાની તાત્કાલિક નાણાકીય સહાય મળશે.આંકડા દર્શાવે છે કે નક્સલી પ્રવૃત્તિઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.આ વર્ષે અત્યાર સુધીમાં 560 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. જ્યારે 528ની ધરપકડ કરવામાં આવી.જયારે 144 એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.આ સામૂહિક શરણાગતિને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બદલાતા જાહેર સમર્થન અને સુરક્ષા કામગીરીની સફળતાનું મોટું પ્રતીક માનવામાં આવી રહ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -