29.2 C
Ahmedabad
Monday, March 2, 2026

બેંગલુરુ : “છમ્મક ચલ્લો” ફેમ ગાયક એકોન સાથે દુર્વ્યવહાર;લાઇવ કોન્સર્ટ દરમિયાન ચાહકોએ તેનું પેન્ટ ખેચ્યું


હોલીવુડ ગાયક એકોના મ્યુઝિક કોન્સર્ટ માટે ચાહકો ઉત્સાહિત હતા.ત્યારે કોન્સર્ટમાંથી એક વીડિયો સામે આવ્યો જેમાં ચાહકો દ્વારા તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો..કેટલાક લોકોએ તેનું પેન્ટ ખેંચી નાખ્યું.જેનાથી ગાયક અસ્વસ્થ થઈ ગયો. યુઝર્સે પણ વિડીયો પર પ્રતિક્રિયા આપી અને સોશિયલ મીડિયા યુઝર્સ ચાહકોના વર્તનથી ખૂબ જ દુઃખી થયા.

કોન્સર્ટ દરમિયાન ગાતી વખતે એકોન ચાહકો પાસે ગયો. એકોને આટલી નજીક જોઈને ચાહકો ઉત્સાહિત થયા. આ દરમિયાન, કેટલાક લોકોએ તેનું પેન્ટ ખેંચવાનું શરૂ કર્યું.એકોન નીચે પડી જતાં તેનું પેન્ટ કાબૂમાં લેવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો.તે ખૂબ જ અસ્વસ્થ અને વ્યથિત દેખાતો હતો.

યુઝર્સે દુર્વ્યવહાર પર નારાજગી વ્યક્ત કરી.

જ્યારે એકોન સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો..ત્યારે તેના ઘણા ચાહકો ગુસ્સે થયા. સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી. કોન્સર્ટમાં બનેલી ઘટનાને ખોટી ગણાવી છે. એક યુઝરે લખ્યું, “એ ખૂબ જ દુઃખદ છે કે એક આંતરરાષ્ટ્રીય ગાયક તેમના માટે પર્ફોર્મ કરી રહ્યો છે અને આ લોકો તેને હેરાન કરી રહ્યા છે.” બીજા યુઝરે લખ્યું, “કૃપા કરીને કહો કે આ નકલી છે.” તેવી જ રીતે બીજા યુઝરે લખ્યું, “આ બિલકુલ સહન ન કરવું જોઈએ.”

નોંધનીય છે કે ગાયક એકોન તાજેતરમાં જ તેમના સંગીત કોન્સર્ટ માટે ભારત આવ્યા હતા. તેમણે 14મી તારીખે બેંગ્લોરમાં પર્ફોર્મ કર્યું હતું. આજે, એટલે કે 16મી તારીખે, તેમનો મુંબઈમાં એક કોન્સર્ટ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -