ભારત કોલકાતા ટેસ્ટ ફક્ત ત્રણ દિવસમાં જ હારી ગયું.
ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળના દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં ભારતને 30 રનથી હરાવીને શાનદાર વાપસી કરી. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 30 રનની લીડ મેળવી હતી..પરંતુ દક્ષિણ આફ્રિકાએ પોતાના બોલરોના જોરે ભારતને હરાવીને બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.15 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે ભારતે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ મેચ હારી છે.
ત્રીજા દિવસે,દક્ષિણ આફ્રિકાનો બીજો દાવ 153 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો..અને તેમણે 123 રનની લીડ મેળવી હતી..જેનાથી ભારતને 124 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતની બેટિંગ બીજી ઇનિંગમાં ખૂબ જ નબળી હતી. બીજા સત્રમાં 93 રનમાં આઉટ થઈ ગઈ હતી.ભારતની બેટિંગ એટલી નબળી હતી કે છ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા.ભારતીય બેટ્સમેનોએ સમગ્ર મેચમાં સંઘર્ષ કર્યો અને બે પૂર્ણ સત્રો સુધી બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યા.
આ ટેસ્ટ મેચ જીતવી દક્ષિણ આફ્રિકા માટે ખાસ છે. આ મેચ પહેલા, તેઓએ ફેબ્રુઆરી 2010 માં ભારતીય ધરતી પર છેલ્લી વખત ટેસ્ટ મેચ જીતી હતી. તે સમયે, ટીમે ભારતને એક ઇનિંગ્સ અને છ રનથી હરાવ્યું હતું. ત્યારબાદ, તેઓએ ભારતમાં ભારત સામે આઠ ટેસ્ટ મેચ રમી, જેમાં સાત જીતી અને એક ડ્રો રહી. જોકે, બાવુમાના નેતૃત્વ હેઠળ, દક્ષિણ આફ્રિકાએ આ જાદુ તોડ્યો અને 15 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો.
- Advertisement -
- Advertisement -