દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ જયપુર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના વિરાસત ભારતીય કલા સાંસ્કૃતિક મહોત્સવમાંથી 15 પુરસ્કાર જીત્યા.
ભારતીય સાંસ્કૃતિક વિરાસત કેન્દ્ર અને ગીવીંગ હેન્ડસ વેલ્ફેર ગૃપ, દિલ્હીના સંયુકત ઉપક્રમે શ્રીનૃત્યાંજલિ દ્વારા રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાનાં ‘વિરાસત ભારતીય કલા સાંસ્કૃતિક મહોત્સવ 2025’ માં ભારતના જુદાજુદા રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો.



જેમાં ગુજરાતમાંથી દિલ્હી પબ્લિક સ્કુલ, ગાંધીનગરના વિદ્યાર્થીઓ વિહાન દેસાઈ, શેરવીન પટેલ, યુગ ટોંક, માહિર પટેલ, પુજન શાખવાલા, તક્ષ નાયલાની, કિયાન પટેલ, ધૈર્ય પટેલ, જૈનિલ શાહ, વિરેન જરીવાલા, ઋષિ પટેલ, સમર્થ દાસ એ ગુરુ યાજ્ઞિક ચૌહાણનાં નેતૃત્વમાં ભાગ લઈ થિયેટર ક્ષેત્રેની વિવિધ સ્પર્ધાઓ માંથી 15 રાષ્ટ્રીય કક્ષાનાં પુરસ્કારો જીત્યાં હતાં તથા થિયેટર ક્ષેત્રે અનેરી છાપ છોડવા બદલ શાળાને ‘રાષ્ટ્રીય કલા એવોર્ડ-2025’ પણ એનાયત થયો. વિદ્યાર્થીઓએ પોતાની પ્રસ્તુતીઓથી નિર્ણાયકો તેમજ દર્શકોમાં ખુબ જ અનેરી છાપ છોડી હતી. જેનાં માટે શાળાનાં આચાર્ય શ્રી અંજુ સિંઘએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.
- Advertisement -
- Advertisement -