42.5 C
Ahmedabad
Sunday, June 7, 2026

નરેન્દ્ર મોદી સરકારે દિલ્હી વિસ્ફોટને આતંકવાદી ઘટના ગણાવી..તપાસના આદેશ આપ્યા


કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટને આતંકવાદી ઘટના ગણાવી હતી.બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ ઘટનાની નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંત્રીમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે, “10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટએ રાષ્ટ્ર વિરોધી શક્તિઓ દ્વારા આચરવામાં આવેલી એક જઘન્ય આતંકવાદી ઘટના છે.મંત્રીમંડળ નિર્દેશ આપે છે કે આ ઘટનાની તપાસ અત્યંત ઝડપી અને વ્યાવસાયિકતા સાથે કરવામાં આવે, જેથી ગુનેગારો, તેમના સાથીઓ અને તેમના પ્રાયોજકોને ઓળખી કાઢવામાં આવે અને વિલંબ કર્યા વિના ન્યાયના કઠેડામાં લાવવામાં આવે.”

કેન્દ્રીય મંત્રીમંડળે જીવ ગુમાવનારાઓના માનમાં બે મિનિટનું મૌન પાળ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે લાલ કિલ્લા પાસે થયેલી આતંકવાદી ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. કેન્દ્રીય મંત્રીમંડળે વિસ્ફોટમાં જીવ ગુમાવનારાઓના માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતુ..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -