33 C
Ahmedabad
Saturday, April 18, 2026

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે વિસ્ફોટ, પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ થતા 11 લોકોના મોત,30 ઘાયલ


દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં એક શક્તિશાળી વિસ્ફોટ થતા 11 લોકોના મોત થયા હતા..જયારે 30 લોકો ઘાયલ થયા હતા.મૃતકોના મૃતદેહને લોક નારાયણ જયપ્રકાશ હોસ્પિટલ (LNJP) લઈ જવામાં આવ્યા.વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. NIA ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી.વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પાંચથી છ વાહનો નાશ પામ્યા.

વિસ્ફોટથી નજીકની સ્ટ્રીટલાઇટ પણ તૂટી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા વિસ્ફોટને કારણે ઘણા ઘાયલોને LNJP હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

વિસ્ફોટ બાદ, સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિ મોટા ષડયંત્રની શક્યતા સૂચવે છે.નજીકના ચાંદની ચોક બજારને બંધ કરી દેવામાં આવ્યું છે. લાલ કિલ્લાની આસપાસના સમગ્ર વિસ્તાર અને રસ્તાઓને ઘેરી લેવામાં આવ્યા છે. વિસ્ફોટ બાદ, એક કારમાં આગ લાગી ગઈ, જેના કારણે સાત કે આઠ અન્ય વાહનો પણ લપેટાઈ ગયા. વિસ્ફોટની તસવીરો ચિંતાજનક છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર વિસ્ફોટ થયો.

વિસ્ફોટની અસર એટલી શક્તિશાળી હતો કે મેટ્રો સ્ટેશનના કાચ તૂટી ગયા. વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ. સ્થાનિકોના મતે, વિસ્ફોટનો અવાજ ઘણા મીટર દૂર સુધી સંભળાયો હતો.અને કંપન એટલા જોરદાર હતી કે નજીકના વાહનોના એલાર્મ આપમેળે વાગી ગયા.

લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટથી સુરક્ષા એજન્સીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. પ્રારંભિક તપાસ સૂચવે છે કે આ ઘટના ફક્ત સ્થાનિક વિસ્ફોટ નથી. દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદમાં 2,900 કિલો એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યાના થોડા દિવસો પછી જ આ વિસ્ફોટ થયો હતો. જોકે, બંને ઘટનાઓને એકબીજા સાથે જોડવાનું હજુ વહેલું ગણાશે. એમોનિયમ નાઈટ્રેટ એ જ રસાયણ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે વિસ્ફોટકો બનાવવા માટે થાય છે.તપાસમાં જાણવા મળ્યું કે એમોનિયમ નાઈટ્રેટ અલગ-અલગ સુટકેસ અને પ્લાસ્ટિકના કન્ટેનરમાં પેક કરવામાં આવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -