પલાશ મુછલ સ્મૃતિ મંધાનાના પ્રેમમાં પાગલ..પોતાની ગર્લફ્રેન્ડનું નામ શરીર પર છૂંદાવ્યું.
ભારતીય ટીમે ICC મહિલા ODI વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો. ભારતની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.મંધાના ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી.પરંતુ હવે તે તેના બોયફ્રેન્ડ પલાશ મુછલ માટે સમાચારમાં છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્મૃતિ મંધાનાએ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં સનસનાટી મચાવી હતી. તેના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયા પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની. વર્લ્ડ ચેમ્પિયન બનવા ઉપરાંત, મંધાના હાલમાં તેના સંબંધોને કારણે પણ સમાચારમાં છે.
ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર અને ગાયકા પલાશ મુછલ 2019 થી ડેટિંગ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, પલાશ અને મંધાના ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.પલાશ વારંવાર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર સ્મૃતિ મંધાના સાથેના ફોટા શેર કરે છે. ICC મહિલા વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા પછી શેર કરાયેલો આવો જ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.આ ફોટામાં, પલાશના હાથ પર મંધાના નામનું ટેટૂ વાયરલ થઈ રહ્યું છે. પલાશના ટેટૂમાં SM 18 લખેલું છે, 18 મંધાનાનો જર્સી નંબર છે. ગયા મહિને, એક કાર્યક્રમમાં, પલાશ મુછલે હસતાં હસતાં મીડિયાને કહ્યું હતું કે સ્મૃતિ મંધાના ટૂંક સમયમાં ઇન્દોરની વહુ બનશે. જેનાથી તેમના લગ્નની અટકળો શરૂ થઈ ગઈ હતી.પાંચ વર્ષ ડેટ કર્યા પછી પલાશ અને મંધાનાએ જુલાઈ 2024 માં ઇન્સ્ટાગ્રામ પર તેમના સંબંધોને સત્તાવાર રીતે જાહેર કર્યા હતા.
- Advertisement -
- Advertisement -