રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, આગામી 5 દિવસ માવઠાની આગાહી
ગુજરાત પર માવઠાનું સંકટ યથાવત રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં સાર્વત્રિક માવઠું થવાની સંભાવના છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે.જ્યારે અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે:
સૌરાષ્ટ્ર: જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
દક્ષિણ અને મધ્ય ગુજરાત
ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, મહીસાગર તેમજ દાહોદ.
ઉત્તર ગુજરાત
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લી.
ઓરેન્જ એલર્ટ (3 દિવસ માટે)
સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો.
યલો એલર્ટ (2 દિવસ માટે)
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ.
અમદાવાદ જેવા મધ્ય ગુજરાતના શહેરી વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.જેનાથી સામાન્ય જનજીવન પર અસર થવાની શક્યતા છે.
- Advertisement -
- Advertisement -