પંજાબી ગાયક રાજવીર જવાંદાનું નિધન,બાઇક અકસ્માતમાં થઇ હતી ગંભીર ઇજા..CMએ શોક વ્યક્ત કર્યો
પંજાબી ગાયક રાજવીર જવાંદાનું સારવાર દરમિયાન નિધન થયું.બુધવારે સવારે 10:55 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. બાઇક અકસ્માતમાં ઘાયલ જવાંદા મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં એડવાન્સ્ડ લાઇફ સપોર્ટ પર હતા. 27 સપ્ટેમ્બરના રોજ, પંજાબી ગાયક જવાંદા પંચકુલાના પિંજોરમાં BMW બાઇક સાથે અકસ્માત થયો હતો.તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે જગરાવમાં કરવામાં આવશે.
પંજાબી ગાયક રાજવીર જવાંદા જે પિંજોર-નાલાગઢ રોડ પર સેક્ટર 30 ટી-પોઇન્ટ નજીક બાઇક ચલાવી રહ્યા હતા..આખલાઓની લડાઇને કારણે અકસ્માત થયો હતો.ગાયક બદ્દીથી પિંજોર જઈ રહ્યા હતા.જ્યારે તેમની સામે અચાનક એક આખલો આવી જતા બાઇકે કાબુ ગુમાવ્યો હતો..અને તેઓ હાઇવે પર પડી ગયા હતા.. જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થઈ હતી..અકસ્માત પછી રાજવીર લાઇફ સપોર્ટ પર હતા.
2014માં તેમનું પહેલું આલ્બમ રિલીઝ થયું હતુ..
રાજવીરે 2014માં મુંડા લાઈક મી આલ્બમથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.2016માં કાલી જવાંદે દી સાથે ઓળખ મેળવી હતી.2017માં મુકબલા અને કંગણી જેવા ગીતો હિટ થયા. ત્યારબાદ તેમણે અનેક સુપરહિટ ગીતો આપ્યા, જેમાં પટિયાલા શાહી પાગ, કેસરી ઝંડા, લેન્ડલોર્ડ અને સરનેમનો સમાવેશ થાય છે. 2018માં તેમણે પંજાબી ફિલ્મ સુબેદાર જોગીન્દર સિંહથી અભિનયની શરૂઆત કરી અને કાકા જી, જિંદ જાન, મિંડો તહસીલદારની અને સિકંદર ૨ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો.
સીએમ માનએ શોક વ્યક્ત કર્યો
સીએમ ભગવંત માનએ જવાંદાના નિધન પર શોક વ્યક્ત કર્યો. માનએ કહ્યું કે સારવાર દરમિયાન રાજવીર જવાંદાના અવસાન વિશે સાંભળીને તેમને ખૂબ દુઃખ થયું છે.તેમણે કહ્યું કે તેમના મૃત્યુ વિશે સાંભળીને તેઓ “ખૂબ દુઃખી” થયા છે.”પંજાબી સંગીત જગતના એક દંતકથા હંમેશા માટે ખોવાઈ ગયા છે.”
નાની ઉંમરે પોતાના ગીતોથી લોકોના દિલ જીતી લેનારા રાજવીર જવાંડાનો અવાજ હંમેશા ગુંજતો રહેશે.વાહેગુરુ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવાર અને ચાહકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
- Advertisement -
- Advertisement -