કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી, બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. ખડગેને બેંગલુરુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 83 વર્ષીય કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને બેંગલુરુની એમએસ રામૈયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે ખડગેને તાવ અને પગમાં દુખાવો થયો હતો જેના પગલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ડોક્ટરો તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
કોંગ્રેસ પ્રમુખની સ્થિતિ સ્થિર
કોંગ્રેસના નેતાઓ કહે છે કે ચિંતાનું કોઈ કારણ નથી અને કોંગ્રેસ પ્રમુખની સ્થિતિ સ્થિર છે.મલ્લિકાર્જુન ખડગેને આજે ભારતીય રાજકારણના સૌથી અગ્રણી નેતાઓમાંના એક માનવામાં આવે છે. ઓક્ટોબર 2022 માં તેઓ કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.મલ્લિકાર્જુન ખડગે 7 ઓક્ટોબરે નાગાલેન્ડના કોહિમાની મુલાકાતે આવવાના છે.જ્યાં તેઓ એક જાહેર સભાને સંબોધિત કરશે.આ જાહેર સભામાં 10,000 લોકો હાજર રહે તેવી અપેક્ષા છે.પરંતુ હવે, ખડગેની તબિયત બગડી ગઈ છે જેના કારણે તેમની નાગાલેન્ડ મુલાકાત પર શંકા ઉભી થઈ રહી છે.
- Advertisement -
- Advertisement -