26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

પાકિસ્તાન સામે ભારતનો વિજયી “તિલક”,એશિયા કપની ફાઇનલમાં ભારતની શાનદાર જીત


ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને રેકોર્ડ નવમી વખત એશિયા કપ જીત્યો. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કુલદીપ યાદવની શાનદાર બોલિંગની મદદથી ભારતે પાકિસ્તાનને 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ કરી દીધું.લક્ષ્યનો પીછો કરતા તિલકએ 53 બોલમાં અણનમ 69 રન બનાવ્યા.. જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. જેના કારણે ભારત 19.4 ઓવરમાં પાંચ વિકેટે 150 રન સુધી પહોંચી ગયું.

ભારત માટે રિંકુ સિંહે વિજયી બાઉન્ડ્રી ફટકારી..રિંકુએ બાઉન્ડ્રી ફટકારતા જ ભારતીય ડ્રેસિંગ રૂમ અને મેદાન પરના દર્શકો ખુશીથી છવાઈ ગયા. મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ પોતાનો ઉત્સાહ રોકી શક્યા નહીં. લડાયક ઇનિંગ્સ રમનારા તિલક ખુશીમાં બેટ લહેરાવીને પાકિસ્તાની ખેલાડીઓને નિરાશ ચહેરા સાથે ઉભા રાખ્યા.

ટોસ હાર્યા પછી, પાકિસ્તાન બેટિંગ કરવા આવ્યું, અને ફરહાન-ઝમાન જોડીએ પાવરપ્લેમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 45 રન ઉમેર્યા. આ સમયગાળા દરમિયાન, ભારતીય બોલરો વિકેટ માટે ખૂબ જ મજબુર હતા. ત્યારબાદ સાહિબજાદા ફરહાને આક્રમક બેટિંગ ચાલુ રાખી, માત્ર 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. પાકિસ્તાનનો સ્કોર નવ ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 77 રન પર પહોંચી ગયો. આ સમયે, પાકિસ્તાન સંપૂર્ણ નિયંત્રણમાં હોય તેવું લાગતું હતું. વરુણ ચક્રવર્તીએ 11મી ઓવરમાં ભારતને પ્રથમ સફળતા અપાવી, ફરહાન અને ફખર વચ્ચેની 84 રનની ભાગીદારી તોડી. ફરહાન (57) મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થયો. અહીંથી મેચનું વલણ બદલાવાનું શરૂ થયું.

વિજયનો ‘તિલક’

તિલક વર્મા મેચનો હીરો સાબિત થયો, તેણે 53 બોલમાં અણનમ 69 રન બનાવ્યા. તેની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થતો હતો. આ જીત સાથે, ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું અને એશિયા કપ ટ્રોફી પર કબજો કર્યો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -