રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વિનોદ કાપરીની ફિલ્મ “પાયર” હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઇતિહાસ રચી રહી છે.યુરોપમાં શાનદાર સફળતા બાદ, “પાયર”હવે યુએસમાં પણ પોતાની છાપ છોડી ચૂકી છે. માત્ર ત્રણ અઠવાડિયામાં ફિલ્મે યુએસમાં ચાર પ્રતિષ્ઠિત પુરસ્કારો જીતીને ભારતીય સિનેમા માટે એક નવી ઓળખ સ્થાપિત કરી છે.
ફિલ્મની નવીનતમ સિદ્ધિ શિકાગોમાં આવી, જ્યાં “પાયર”ને 16મા શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મ પ્રેક્ષક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. પીઢ અભિનેત્રી શબાના આઝમીએ પ્રખ્યાત અભિનેતા પ્રતીક ગાંધી સાથે વિનોદ કાપરીને આ પુરસ્કાર અર્પણ કર્યો હતો..
ફિલ્મને અનેક પુરસ્કારો મળ્યા
“પાયર” એ અગાઉ જુલાઈ 2025માં જર્મનીના સ્ટુટગાર્ટના ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ જ્યુરી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ પુરસ્કાર અને બોસ્ટનમાં 8મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શક પુરસ્કારો જીત્યા હતા.માત્ર એક મહિનામાં “પાયર”એ જર્મની, સ્પેન અને યુકેમાં પાંચ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા, જેમાં ત્રણ ઓડિયન્સ ચોઇસ એવોર્ડ્સનો સમાવેશ થાય છે.
શું છે ફિલ્મની વાર્તા?
પાયરની વાર્તા એક વૃદ્ધ દંપતી, પદમ અને તુલસીની આસપાસ ફરે છે. તેઓ હિમાલયના એક દૂરના ગામમાં રહે છે.આ દંપતી તેમના અંતિમ સંસ્કાર માટે ચિંતિત છે.જો કે 30 વર્ષ બાદ એકલા દંપતીને તેમના પુત્ર તરફથી એક પત્ર મળે છે. જે તેમના જીવનમાં નવી આશા લાવે છે.
પાયરની સ્ટાર કાસ્ટ
ફિલ્મના મુખ્ય કલાકારો બિન-વ્યાવસાયિક કલાકારો પદમ સિંહ અને હીરા દેવી છે. તેમના સહજ અભિનયથી દર્શકોને પ્રેરણા મળી. ફિલ્મની ટીમમાં સંગીતકાર માઈકલ ડન્ના અને અમૃતા વાઝ, સંપાદકો પેટ્રિશિયા રોમેલ અને સુભાજીત સિંઘ, ગીતકાર અને કવિ ગુલઝાર અને નિર્માતા વિનોદ કાપરી અને સાક્ષી જોશીનો સમાવેશ થાય છે.
તલ્લીનથી ન્યૂયોર્ક સુધીની સફર
ગત વર્ષે નવેમ્બરમાં 28મા તલ્લીન બ્લેક નાઇટ્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પાયરનો વર્લ્ડ પ્રીમિયર યોજાયો હતો.મુખ્ય સ્પર્ધા માટે પસંદ કરાયેલી તે એકમાત્ર ભારતીય ફિલ્મ હતી.
જો તમને આ સ્ટોરી ગમી હોય, તો કૃપા કરીને તેને શેર કરો. આવી વધુ સ્ટોરી જ માટે ગાંધીનગર એક્સપ્રેસ સાથે જોડાયેલા રહો.

