અમેરિકાના નાણાંમંત્રીએ યુરોપિયન દેશોને કહ્યું,ભારત અને ચીન પર 100 ટકા ટેરિફ લગાવો

રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે અમેરિકાએ હવે ભારત અને ચીનને નિશાન બનાવ્યું છે.યુરોપને આ બંને દેશો પર 50 ટકાથી 100 ટકા સુધીની આયાત ડ્યુટી (ટેરિફ) લાદવાની અપીલ કરી છે.
આ નિવેદન યુએસ નાણામંત્રી સ્કોટ બેસન્ટ દ્વારા આપવામાં આવ્યું છે. તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી હતી. જેમાં તેમણે સ્પષ્ટપણે સંકેત આપ્યો હતો કે, જો યુરોપિયન દેશો ભારત અને ચીન સામે કડક વલણ અપનાવે છે. તો યુદ્ધ ઝડપથી સમાપ્ત થઈ શકે છે.
હાલ કોઈ વધારાનો ટેરિફ નહીં
સ્કોટ બેસન્ટે એમ પણ કહ્યું હતું કે, અમેરિકા હાલ રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર કોઈ વધારાનો ટેરિફ લાદશે નહીં.તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી યુરોપ પોતે ચીન અને ભારત પર કડક આર્થિક પગલાં નહીં ભરે, ત્યાં સુધી અમેરિકા પણ કોઈ કડક પગલાં નહીં લે.
તેઓ કહે છે કે યુરોપને હવે તેની રાજકીય અને આર્થિક જવાબદારી સમજવી પડશે. જો યુરોપિયન દેશો ભારત અને ચીન પર કડક કર લાદે છે. તો તેનાથી રશિયાની આવકમાં મોટો ઘટાડો થશે. અને યુદ્ધ ભંડોળ બંધ થઈ શકે છે.
રશિયાની આર્થિક કરોડરજ્જુ તોડવાની તૈયારી
સ્કોટ બેસન્ટે એવો પણ સંકેત આપ્યો હતો કે અમેરિકા હવે રશિયાની મુખ્ય તેલ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ પર સીધા પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે રશિયાએ 2022 માં યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યારે અમેરિકા અને તેના સાથીઓએ રશિયાની લગભગ $300 બિલિયનની સંપત્તિ સ્થગિત કરી હતી. હવે આ સંપત્તિનો ઉપયોગ યુક્રેનને નાણાકીય સહાય પૂરી પાડવા અથવા ગેરંટી ફંડ તરીકે કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.
બેસન્ટે દાવો કર્યો હતો કે જો યુરોપ અને બાકીના ભાગીદાર દેશો મળીને રશિયા પાસેથી તેલ ખરીદનારાઓ પર ભારે કર લાદે છે. તો આગામી 60 થી 90 દિવસમાં યુદ્ધ બંધ થઈ શકે છે. કારણ કે તે રશિયાની સૌથી મોટી આવક પર સીધો ફટકો પડશે.
ભારત અને ચીન વિશે અમેરિકાની ચિંતા
અમેરિકન નેતૃત્વ અને ખાસ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી જ ભારત અને ચીન પર આરોપ લગાવી રહ્યા છે કે, તેઓ સસ્તા દરે રશિયા પાસેથી તેલ ખરીદીને પરોક્ષ રીતે રશિયાની લશ્કરી તાકાત જાળવી રહ્યા છે.તેઓ માને છે કે જ્યાં સુધી રશિયાના અર્થતંત્રને ટેકો મળતો રહેશે ત્યાં સુધી યુક્રેન પરના આક્રમણને રોકવું મુશ્કેલ છે.
ચીન સાથેની તાજેતરની વાતચીતનો ઉલ્લેખ કરતા, બેસન્ટે કહ્યું કે ચીન રશિયા પાસેથી તેલ ખરીદવાને પોતાનો આંતરિક મામલો માને છે અને તેમાં કોઈ બાહ્ય હસ્તક્ષેપ પસંદ નથી કરતું.
ટ્રમ્પનો નાટો દેશોને ખુલ્લો પત્ર
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મુદ્દે ખૂબ જ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. થોડા દિવસો પહેલા, તેમણે બધા નાટો સભ્ય દેશો અને અન્ય વૈશ્વિક સાથીઓને એક પત્ર મોકલ્યો છે. આમાં, તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, જો નાટો દેશો રશિયા પર અસરકારક પ્રતિબંધો ઇચ્છે છે. તો પહેલા તેઓએ પોતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરવું પડશે.
ટ્રમ્પે કહ્યું, “હું પ્રતિબંધો લાદવા તૈયાર છું.પરંતુ પહેલા તમારે બધાએ પણ તે જ કરવું પડશે. જો તમે રશિયા પાસેથી તેલ ખરીદતા રહો છો. તો તમે તમારા પોતાના નિવેદનોને નબળા પાડી રહ્યા છો.” તેમણે સૂચન કર્યું કે જો નાટો દેશો ચીન પર 50 ટકાથી 100 ટકા ટેરિફ લાદે છે.તો ચીને પણ રશિયાથી દૂર રહેવું પડશે.તેનાથી રશિયા પર દબાણ વધશે. તેમનું કહેવું છે કે યુદ્ધ સમાપ્ત થતાંની સાથે જ આ ટેરિફ દૂર કરી શકાય છે. પરંતુ જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. ત્યાં સુધી તે એક અસરકારક આર્થિક હથિયાર બની શકે છે.
- Advertisement -
- Advertisement -