BLA એ પાકિસ્તાની સેના પર મોટો હુમલો કર્યો,મેજર અને અન્ય સૈનિકોના મોત

પાકિસ્તાનના બલુચિસ્તાન ક્ષેત્રમાં બલુચ લિબરેશન આર્મી (BLA) ના હુમલામાં એક મેજર સહિત 4 પાકિસ્તાની સેનાના સૈનિકોના મોત થયા હતા.BLA એ મેજર કાકરને નિશાન બનાવીને IED વિસ્ફોટ કરીને તેમની હત્યા કરી. BLA એ આ હુમલાની જવાબદારી લીધી છે.
અહેવાલો અનુસાર, બલુચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેનાને નિશાન બનાવીને એક શક્તિશાળી IED બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.આ હુમલામાં પાંચ સૈનિકોના મોત થયા હતા..બલુચિસ્તાનના મંડાલો જિલ્લાના શાંડ વિસ્તારમાં લશ્કરી કાફલામાં એક વાહનને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ IED સૈનિકો જે વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેની નજીક વિસ્ફોટ થતાં પાંચ સૈનિકો ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા. મૃતકોની ઓળખ કેપ્ટન વકાર કાકર,નાઈક જુનૈદ,નાઈક ઈસ્મત, લાન્સ નાઈક ખાન મુહમ્મદ અને સિપાહી ઝહૂર તરીકે થઈ છે.વિસ્ફોટ પછી સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
આ પહેલીવાર નથી જ્યારે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર હુમલો થયો હોય. અગાઉ પણ પાકિસ્તાની સેના પર અનેક વખત હુમલા થઈ ચૂક્યા છે અને તેની જવાબદારી BLA એ લીધી છે.આ સતત હુમલાઓ પાકિસ્તાની સેના માટે એક મોટો પડકાર બની ગયા છે.
- Advertisement -
- Advertisement -