27.2 C
Ahmedabad
Sunday, March 29, 2026

ભારતની સાત વધુ મિલકતો યુનેસ્કો વારસો બની, કામચલાઉ યાદીમાં સામેલ


યુનેસ્કોની વિશ્વ વારસાની કામચલાઉ યાદીમાં ભારતના સાત નવા કુદરતી વારસાનો સમાવેશ કરવામાં આવ્યો છે.મહારાષ્ટ્રના પંચગણી અને મહાબળેશ્વરના ડેક્કન ટ્રેપ્સ અને આંધ્રપ્રદેશના તિરુમાલા ટેકરીઓ મુખ્ય છે.આ સાત સ્થળોના ઉમેરા બાદ ભારતના વારસાની કુલ સંખ્યા 69 થશે. જેમાં 49 સાંસ્કૃતિક, 3 મિશ્ર અને 17 કુદરતી શ્રેણીના વારસાનો સમાવેશ થાય છે.

સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી વારસાના સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતા

ભારતના આ સ્થળોની પસંદગી અંગે યુનેસ્કોના કાયમી પ્રતિનિધિમંડળે જણાવ્યું કે, યાદીમાં આ વારસાનો સમાવેશ દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી વારસાના સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સાત નવા સ્થળો પર એક નજર:

  1. ડેક્કન ટ્રેપ્સ (પંચગણી અને મહાબળેશ્વર, મહારાષ્ટ્ર)

2.સેન્ટ મેરી આઇલેન્ડ ક્લસ્ટરનો ભૂસ્તરશાસ્ત્રીય વારસો (ઉડુપી, કર્ણાટક)

  1. મેઘાલય યુગની ગુફાઓ (પૂર્વ ખાસી હિલ્સ, મેઘાલય)

  2. નાગા હિલ ઓફિઓલાઇટ (કિફાયર, નાગાલેન્ડ)

5.એરા મટ્ટી ડિબ્બલુ (વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ)

6.તિરુમાલા હિલ્સનો કુદરતી વારસો (તિરુપતિ, આંધ્રપ્રદેશ)

7.વરકલા (કેરળ)નો કુદરતી વારસો

12 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવેલી ઔપચારિક જાહેરાતમાં એવું કહેવામાં આવ્યું હતું કે યાદીમાં કુલ સાત કુદરતી વારસો ઉમેરવામાં આવ્યા છે.યુનેસ્કોની પ્રક્રિયા અનુસાર કોઈપણ વારસાને વિશ્વ વારસાની યાદીમાં સમાવતા પહેલા તેને કામચલાઉ યાદીમાં રાખવું ફરજિયાત છે.યુનેસ્કોમાં ભારતના પ્રતિનિધિમંડળે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના કાર્ય માટે આભાર માન્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -