નેપાળ: ભારતે સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળની નવી વચગાળાની સરકારને આપ્યું સમર્થન,કહ્યું – શાંતિ અને સ્થિરતા વધશે
ભારતે શનિવારે નેપાળમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળ નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કર્યું. શુક્રવારે મોડી રાત્રે સુશીલા કાર્કીએ નેપાળના પ્રથમ મહિલા વડા પ્રધાન (PM) તરીકે શપથ લીધા.
વિદેશ મંત્રાલય (MEA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળ નેપાળમાં નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે આ શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપશે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે નજીકના પાડોશી, લોકશાહી દેશ અને લાંબા ગાળાના વિકાસ ભાગીદાર તરીકે, ભારત બંને દેશોના લોકો અને તેમની સુખાકારી અને સમૃદ્ધિ માટે નેપાળ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે.
કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ ઘણા દિવસોની રાજકીય અનિશ્ચિતતા બાદ 73 વર્ષીય સુશીલા કાર્કીએ શુક્રવારે રાત્રે કાર્યભાર સંભાળ્યો હતો. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે કાઠમંડુમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાને સુશીલા કાર્કીને પદના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં નેપાળના મુખ્ય ન્યાયાધીશ, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા વડાઓ અને રાજદ્વારી સમુદાયના સભ્યો હાજર રહ્યા હતા. પૌડેલે કહ્યું કે સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળની કાર્યકારી સરકારને 6 મહિનાની અંદર નવી સંસદીય ચૂંટણીઓ યોજવાનો અધિકાર છે.
- Advertisement -
- Advertisement -